‘અપની દુકાન’વાળા ફાર્માસીસ્ટો માટે રાહતના સમાચાર…
પ્રિસ્ક્રીપ્શન વગર રોજની લાખો રૂપિયાની ઓનલાઈન દવાઓ લોકો માટે જોખમી
સામાન્ય મેડિકલ ડિગ્રી ધરાવનારલોકો વેપાર અર્થે ઓનલાઈન દવાનું વેંચાણ કરવા લાગ્યા હતા અને લોકો પણ ઓનલાઈન દવાઓની ખરીદી કરતા હતા. જેને લઈને લોકલ ફાર્મીસ્ટોએ કેટલીક વખત વિરોધો કરેલ છે અને ઓનલાઈન દવાના વેંચાણ પર પ્રતિબંધ મુકવાનીમાંગ કરી છે. ત્યારે દિલ્હી હાઈકોર્ટે બુધવારે દેશભરમાં ઓનલાઈન દવાના વેંચાણ ઉપર પ્રતિબંધ મુકવાના ઓર્ડર ઉપરાંત કેન્દ્ર તેમજ આપની સરકારને ઓર્ડરની અમલવારી અંગે ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.
હાઈકોર્ટમાં ચિફ જસ્ટીસ રાજેન્દ્રમેનન, ન્યાયમૂર્તિ વી.કે.રાવે દિલ્હીના ડર્મેટોલોજીસ્ટ ઝહિર અહેમદની અરજી અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. જેણે ફરિયાદ કરી હતી કે,ઈન્ટરનેટના માધ્યમથી નોંધણી વીના ગેરકાયદેસર રીતે લાખો રૂપિયાની દવાઓનું રોજીંદા વેંચાણ થાય છે. જેને લઈને ડોકટરો તેમજ દર્દીઓને માટે પણ જોખમ સાબીત થઈ શકે છે.
ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એકટ ૧૯૪૦ અને ફાર્મસી એકટ ૧૯૪૮ મુજબ ઓનલાઈન દવાઓના વેંચાણની પરવાનગી મેળવી શકાય નહીં. અરજદારે ધ્યાન કેન્દ્રીત કર્યું હતું કે, ડ્રગ કંટ્રોલર જનરલે ૨૦૧૫માં જાહેર કર્યું હતું કે, તમામ રાજયોમાં સ્થાનિક ઈ-ફાર્મસી ધરાવતા મેડિકલ સ્ટોર ધારકો તેમજ જનહિત માટે ઓનલાઈન દવાઓના વેંચાણ ઉપર પ્રતિબંધ મુકવો જોઈએ. જો મેડિકલ ધારકો ડોકટરોના પ્રિસ્ક્રીપ્શન વીના દવાઓ આપતા પણ ન હોય તો કોઈપણ પ્રકારની દવાઓ ઓનલાઈન કઈ રીતે ખરીદી શકાય.
કેટલીક વખત ઓનલાઈન વેચાતી દવાઓનો ગેર ઉપયોગ થતો હોય છે. કેનીબીસ તેમજ મેરીજુવાના ઉપરાંત કેટલીક ઔષધી હોય છે જેના ઉપયોગથી અમુક પ્રકારની દવાઓ બનાવવામાં આવતી હોય છે પરંતુ ઓનલાઈન વેંચાણ દ્વારા લોકો આ પ્રકારની દવાઓના ગેર ઉપયોગ તરફ પ્રેરાય છે.ગ્રામ્ય વિસ્તાર તેમજ અશિક્ષીત લોકો ઈન્ટરનેટ પર મેડિસીનો જોઈને ખરીદી કરતા હોય છે.
નશા તરફ ધકેલાતા યુવાધનને બચાવી શકાશે, સ્ત્રી ભૃણ હત્યા અટકાવવામાં નિર્ણય લાભદાયી હોવાનો મત ‘અબતક’ને વ્યક્ત કરતા વેપારીઓ
પ્રતિબંધને કારણે નશા તરફ જતા યુવા ધનને અટકાવી શકાશે: જયેશભાઇ કાલરીયા
એબીસી મેડીકલ સેન્ટરનાં જયેશભાઈ કાલરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ઓનલાઈન દવાના વેચાણ પર મુકાયેલ પ્રતિબંધ ખૂબજ ફાયદાકારક છે. કારણ કે લોકોને ડોકટરની જાણ વિના જે નાર્કોટીક દવા સરળતાથી મળતી તે હવે નહિ મળે આમ યુવાધન બચાવી શકાશે. ઓનલાઈન દવાનો વેપાર બંધ કરવાનો નિર્ણય સરકારે જે લીધેલ છે. તે ખરેખર આવકાર્ય છે.
દવાના ઓનલાઇન વેચાણ ઉપર પ્રતિબંધથી દવાના નાના વેપારીને પુરતો ન્યાય મળશે: રોહીતભાઇ ડોબરીયા
વિકાસ મેડિકલ સ્ટોરનાં માલીક રોહીતભાઈ ડોબરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે સરકારનો ઓનલાઈન દવા પર પ્રતિબંધનો નિર્ણયયોગ્ય છે. ફાર્મસીસ્ટની હાજરી વગર જે દવા મળે તેનોભરોસો કરી શકાય નહિ ડોકટરની જાણ વિના વેચાતી દવાઓ દર્દીઓને પણ નુકશાન પડેલો છે.ઓનલાઈના દવાનો વેચાણનાં કારણે દવાના નાના નાના વેપારીની આજીવીકાને પણઅસર થાય છે.
સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા સરકારનો નિર્ણય લાભદાયી: અનિમેશભાઇ દેસાઇ
સૌરાષ્ટ્ર કચ્છ કેમીસ્ટ એસોસીએશન સેક્રેટરી અનીમેષભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સરકારનું આ નિર્ણય આવકાર્ય છે. કારણ કે સ્ત્રીભૃણ હત્યા એક મોટુ દુષણ હતુ આઉપરાંત યુવાધન ને નુકશાન કરતી નાર્કોટીકસ દવા પણ સરળતાથી મળત હતી જેને હવે પ્રતિબંધના કારણે રોકી શકાશે. દવાઓનો દૂરઉપયોગ થતો હતો જેને બદલે હવે લોકહિત માટે જ ઉપયોગ કરવામાં આવશે તેવુ જણાવ્યુ હતું.
દવા લેતા પહેલા દવાના ડોઝ અંગે પુરતી માહિતી હોવી જરૂરી: મયુરસિંહ જાડેજા
સૌરાષ્ટ્ર કચ્છ કેમીસ્ટ એસોસીએશન પ્રમુખ મયુરસિંહ જાડેજા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ઓનલાઈન દવાનો વેપાર બંધ કરવાનો નિર્ણય સરકારે જે લીધેલ છે. તે આવકાર્ય છે. કારણ કે ઓનલાઈન દવાનાં વેચાણને કારણે તે દવાઓનો દૂરઉપયોગ થતો હતો ત્યારે તેવો દ્વારા વિરોધ પણ લોકહિત માટે જ કરવામાં આવ્યો હતો. દવાઓ કેટલી માત્રામાં લેવી તેવી જાણ લોકોને નથી હોતી.
દવા માટે ડોકટરનું પ્રિસ્કીપ્શન બતાવવું જ‚રી: હિતેષભાઇ પટેલ
વાત્સલ્ય કેમીકલ પ્રા.લીમીના હિતેષભાઈ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે દવાનો ધંધો એ ડોકટરની પ્રીસ્કીપ્શન દવાના કાગળ પર ડોકટરી સહી પર ચાલે છે.ત્યારે ઓનલાઈન દવા મળવાથી લોકો ને એકને બદલે બિજી દવા મળે તેવા પ્રશ્ર્નોઉદભવતા ઉપરાંત દવા પાછી આપવાના પણ પ્રશ્ર્નો ઉદભવતા હતા આનિર્ણયથી લોકોને મોટો ફાયદોથશે.