સ્વાઈન ફલુ અંગે શાળા-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે ગાઈડલાઈન જાહેર કરતું કોર્પોરેશન: બિમાર બાળકોને સ્વસ્થ ન થાય ત્યાં સુધી શાળામાં રજા આપવા પણ તાકીદ

શિયાળાની સિઝનમાં કાતીલ ઠંડીમાં જીવલેણ રોગ સ્વાઈનફલુએ રાજયમાં અજગરી ભરડો લીધો છે. જયારે સ્વાઈનફલુ (સીઝનલફલુ)ની અટકાયત માટે શાળા-કોલેજો તથા શૈક્ષણિક સંસ્થાઓ માટે મ્યુનિપિલ કમિશનર બંછાનિધી પાની દ્વારા ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીને ફલુના લક્ષણ જણાય તો ચાર થી પાંચ દિવસ શાળામાં રજા આપવા આદેશ આપવામાં આવ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા સ્વાઈનફલુને અટકાવવા માટે શાળા-કોલેજો તથા શૈક્ષણિક સંસ્થાઓ માટે એક ખાસ માગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ વિદ્યાર્થીને ફલુના લક્ષણો જેવા કે તાવ, શરદી, ખાસી, ગળામાં દુખાવો વગેરે જણાય તો ૪ થી ૫ દિવસ તે સ્વસ્થ ન થાય ત્યાં સુધી શાળાએ ન આવવા સલાહ આપવી તેમજ વિદ્યાર્થીના વાલીને પણ તાત્કાલિક તબીબી સારવાર છાત્રને મળે રહે તેવી સુચના આપવી. ૫ વર્ષથી નાના બાળકોમાં રોગપ્રતિકારક શકિત ઓછી હોય છે ત્યારે તેના માટે ખાસ કાળજી રાખવી. સ્વાઈનફલુ રોગ સબબ કોઈ શાળા-કોલેજ કે અન્ય શૈક્ષણિક પ્રવૃતિઓ બંધ કરવાની રહેતી નથી પરંતુ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ સવારે પ્રાર્થના કે અન્ય સભામાં ભેગા ન થાય તેની કાળજી રાખવી, સફાઈ અને સ્વચ્છતાનું ધોરણ જાળવવાનું રહેશે. શાળામાં હાથ ધોવાની વ્યવસ્થા ઉભી કરવી, ફલુના લક્ષણ ધરાવતા વિદ્યાર્થીઓ માસ પહેરે, હાથ સ્વચ્છ રાખે અને આવા વિદ્યાર્થીઓ માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની રહેશે. કોઈપણ વિદ્યાર્થી, શિક્ષક કે સ્ટાફને સ્વાઈનફલુ થાય તો નજીકના સંપર્કનું સઘન મોનીટરીંગ કરવાનું રહેશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સ્વાઈનફલુના લક્ષણમાં શરદી, ખાસી, ગળાનો દુખાવો, ભારે તાવ, શરીર તુટવુ, નબળાઈ, ઝાડા-ઉલ્ટી, શ્વાસ ચડવો કે ન્યુમોનિયા જેવો છે. તમામ વિદ્યાર્થી તેમજ શિક્ષકોએ બચવા માટે શું કરવું તે અંગે શાળામાં સલાહ આપવાની રહેશે. કોમ્પ્યુટર, માઉન્સ કે વગેરે વાપર્યા પછી સાબુથી હાથ ધોવા, થાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલ ખાતે ડોકટરનો સંપર્ક કરવો, ખાસી કે છીંક આવે તો મોં પર રૂમાલ અને ટીસ્યુ રાખવું, નાક, મોં કે આંખ પર હાથથી સ્પર્શ ન કરવો. વારંવાર સાબુથી હાથ ધોવા અથવા હેન્ડવોશથી હાથ ધોવા, હસ્તધનુન કે શારીરિક સંપર્ક ટાળવો, આવું થાય તો હાથ ધોવા, બિમાર વ્યકિતઓના સંપર્ક આવવું નહીં તથા નાક અને મોઢાને ઢાકતું માસ કે બુકાની પહેરી રાખવી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.