ચેન્નઈમાં લોકલ ટ્રેનોમાં સુરક્ષા નિયમો સાથે મુસાફરોને છૂટ
કોરોના અંગેના નિયમોનું પાલન કરવું પડશે
રેલવે મંત્રાલયે ચેન્નઈમાં લોકલ ટ્રેનોમાં સામાન્ય નાગરીકોને મુસાફરીની છૂટ આપવામાં આવી છે. જોકે કોરોના અંગેના તથા રેલવેનાં સમય સમયનાં નિયમો પાળવા પડશે. ચેન્નઈમાં બુધવારથી લોકલ ટ્રેનો ચાલુ કરવામાં આવી છે. તેમ રેલવે મંત્રી પિયુષ ગોયલે કરેલી એક ટવીટમાં જણાવ્યું હતુ.
ચેન્નઈમાં લોકલ ટ્રેનમાં નોનપીક અવર્સમાં યાત્રા કરવાની મુસાફરોને છૂટ અપાઈ છે.
તમને એ જણાવીએ કે કોરોના મહામારી વચ્ચે અત્યાર સુધી જેમને રાજય સરકાર છૂટ આપી હોય તેવા લોકો જ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકતા હતા. રેલવેના જણાવ્યા પ્રમાણે સવારે ૭ થી ૯.૩૦ અને સાંજે ૪.૩૦ થી ૭ દરમિયાન પીક અવર્સ ગણાશે આ સમય દરમિયાન સામાન્ય મુસાફરો ટ્રેનમાં મુસાફરી નહી કરી શકે જોકે આ સમય સિવાયના સમય દરમિયાન સામાન્ય લોકો લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.
રેલવેએ જણાવ્યું હતુ કે યાત્રાઓએ લોકલ ટ્રેનોમાં મુસાફરી દરમિયાન કોરોના અંગેનાં સુરક્ષા નિયમોનું પાલન કરવું પડશે માસ્ક પહેરવું પડશે. અનેસામાજીક અંતર પણ જાળવવું પડશે.