પાન મસાલા, બીડી, તમાકુ જેવી વસ્તુ દિવાલ ઠેકાડી મોકલવામાં આવ્યાની આશંકા
જૂનાગઢની જિલ્લા જેલમાંથી ફરી એક વખત પ્રતિબંધિત ગણાતા પાન મસાલા, બીડી, તમાકુ તથા ચુનો જેવી વસ્તુઓ કોઈ અજાણ્યા શખ્શે જેલના કેદી માટે દીવાલ ઠેકાડી મોકલતા જુનાગઢ જેલ સહાયક દ્વારા જેલના કેદી તથા પ્રતિબંધિત વસ્તુ મોકલનાર અજાણ્યા શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
જુનાગઢ જીલ્લા જેલના કાચા કામના કેદી સલીમ ઇકબાલભાઇ શેખ એ જેલમા પ્રતિબંધીત વસ્તુ ૪ નંગ સુગંધીત તંબાકુવાળા મસાલા, ૨ નંગ રાજકમલ બીડીની ઝુડી, ૪ નંગ જનમોહન તંબાકુ, ૨ નંગ ચુનાની કોથળી, તથા ૨ નંગ માચીસ મંગાવી હતી જે જુનાગઢ જીલ્લા જેલ પૂર્વ દીશા તરફ આવેલ દક્ષીણ ઉત્તર તરફના મુખ્ય કોટ પાસેથી મળી આવી હતી. જેલમાં પ્રતિબંધીત વસ્તુ મળી આવતા જેલ સહાયક મૈાલીકસિંહ દાનાભાઇ એ વસ્તુ મંગાવનાર જેલના કેદી સલીમ ઇકબાલભાઇ શેખ તથા જેલની દિવાલ કુદાવી પાન મસાલા, બીડી, તમાકુ મોકલનાર અજાણ્યાા શખ્સો સામે એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.