અબતકની મુલાકાતે આવેલા સંતો, હરિભક્તોનો મહોત્સવના ભવ્ય-દિવ્ય આયોજનનો ધર્મ લાભ લેવા હરિભક્તોને અનુરોધ

સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાનના 75માં અમૃત મહોત્સવનો 15 દિવસીય ધર્મોત્સવ

સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા 75માં સ્થાપના દિવસ અમૃત મહોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજે અબ તકની મુલાકાતે આવેલા પ્રભુ સ્વામી અને અવિનાશ સ્વામી, હરિભક્તો પ્રવીણભાઈ કાનાબાર, મગનભાઈ ભોરણીયા એ અમૃત મહોત્સવ અને સ્વામિનારાયણ ધર્મ સંપ્રદાય, સાંપ્રત સમાજમાં ગુરુકુળ પરંપરા અને શિક્ષાપત્રી મુજબ સંતોના આચરણ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

સહજાનંદ નગર મવડી કણકોટ રોડ પર સાડા સાતસો વીઘાના વિશાળ સંકુલમાં સંતો મહંતો યુવાનો મહિલાઓ ખેડૂતો વગેરેની ગમતી કૃતિઓ ગુફા ફ્લાવર તળાવ ફુવારા આર્ટ ગેલેરી વગેરે આયોજન કરવામાં આવ્યું છે… સ્વામી શ્ પ્રભુ સ્વામી એ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ગુરુકુળ ના અત્યાર સુધી શિક્ષા અને દીક્ષા લેનાર તમામ વિદ્યાર્થીઓ ધર્મના આશરે પારિવારિક માહોલમાં મળે તેવા શુભ હેતુથી આ અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

વર્તમાન સાંપ્રત વિશ્વની સામાજિક સાંસ્કૃતિક પરિસ્થિતિ વચ્ચે સ્વામી પ્રભુ સ્વામી એ જણાવ્યું હતું કે વિશ્વમાં વિકાસની વાતો બહુ થાય છે ,પરંતુ જે વિકાસ ધર્મની આંખે અને સંસ્કૃતિની પાંખે થાય તે જ ગતિ કરે છે… ગુરુકુળ આજ પ્રગતિને સમાજ જીવનમાં આગળ વધારે છે ગુરુકુળ પરંપરા ધર્મ અને સંસ્કૃતિ સાથે જીવન ની “શિક્ષા” આપે છે પ્રગતિ ધર્મની સાથે થાય તો જ કલ્યાણ થાય છે. તેમને જ્ઞાન અંગે જણાવ્યું હતું કે રાવણ અને લાદેન પણ ખૂબ ભણેલા હતા પરંતુ તેમાં ધર્મ ન હતો એટલે બધું ખેદાન મેદાન થઈ ગયું.. જીવનમાં પ્રગતિ સંસ્કૃતિ અને ધર્મની સાથે થાય તો શાંતિ મળે

ગુરુકુળના ધર્મયજ્ઞ-શિક્ષણ દીક્ષાનું ખૂબ જ સારું પરિણામ મળ્યું છે!!!

અબતકની મુલાકાતે આવેલા પ્રભુસ્વામી અને અવિનાશ સ્વામી સાથે વાતચીતમાં અબ તક દ્વારા પુછાયેલા પ્રશ્ન માં વર્તમાન સાંપ્રત આધુનિક યુગમાં ગુરુકુળ પરંપરા સાથે વિદ્યાર્થીઓના શિક્ષણની પ્રવૃત્તિથી કેવા પરિણામ મળ્યા? ના પ્રશ્નમાં સંતોએ જણાવ્યું હતું કે ગુરુકુળ પરંપરા માં ધર્મની સાથે સંસ્કૃતિ ના સંસ્કાર અને શિક્ષણ આપવાની પરંપરા થી ખૂબ સારા પરિણામો મળ્યા છે

ગુરુકુળના વિદ્યાર્થીઓમાં ધર્મની સાથે સાથે ધીરજ અને સદગુણોનો સમન્વય થતા સમાજ માટે આશીર્વાદરૂપ પેઢી ઊભી થઈ રહી છે તેમને જણાવ્યું હતું કે અમૃત મહોત્સવમાં 275સંતો ઉપસ્થિત રહેવાના છે તેમાં 274 સંતો ગુરુકુળના વિદ્યાર્થીઓ છે વિશ્વમાં વિકાસની વાતો બહુ થાય છે પરંતુ સાંસ્કૃતિક વિકાસ અને સાચા વિકાસ માટે ગુરુકુળ આદર્શ બની રહ્યું છે.

ગુરુકુળ ની શિક્ષાપત્રી માણસને આદર્શ બનાવે છે અને માણસાઈની આ આદર્શતા સમાજ માટે આશીર્વાદ બનાવે છે ગુરુકુળની પરંપરા ભેદભાવ વિનાની સામાજિક રચના પારિવારિક ભાવનાથી ગુરુકુળમાં વિદ્યાર્થીઓનું ઘડતર થાય છે વસુદેવ કુટુંબકમ ના સંસ્કારો સજીવન રાખે છે.

ગુરુકુળમાં રૂપિયા એકમાં શિક્ષણ,આવાસ અને સંસ્કારની સુવિધા મળતી.!!

ગુરુકુળ પરંપરાને સમાજ અને સંસ્કૃતિ અને સશક્ત રાષ્ટ્રની ધરોહર ગણાવી પ્રભુ સ્વામી એ કહ્યું હતું કે ગુરુકુળ માં સંસ્કાર અને સંસ્કૃતિ ની ઉન્નતિ નું હેતુ રહેલો છે પ્રારંભમાં રૂપિયા એકમાં વિદ્યાર્થીને શિક્ષણ રહેવા જમવાની સવલત આપવામાં આવતી હતી ગુરુકુળમાં ભણીને સફળ સજ્જન બનેલા એક વિદ્યાર્થી ની સ્થિતિ અંગે સ્વામી એ જણાવ્યું હતું કે ગામડાના એક પરિવારના દીકરાને ગુરુકુળમાં ભણવા આવવાની ઈચ્છા થઈ પરંતુ પૂરતા પૈસા ન હતા તેની માતાએ હતી એટલી મૂડી ખિસ્સામાં નાખી ખીસુ સીવીને ગુરુકુળે મોકલ્યો સંતોએ અધૂરી ફી અને લવાજમ હોવા છતાં દીકરાને એડમિશન આપી દીધું અને ઘણી ઘડીને હવે એ જ દીકરો સમાજમાં મોભાના સ્થાન ધરાવે છે અને તે આ અમૃત મહોત્સવમાં આવી રહ્યા છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુરુકુળની વ્યવસ્થાથી થયા ’તા અભિભૂત..

સ્વામિનારાયણ ગુરુકુળ ધર્મની સાથે સાથે મનુષ્ય સંસ્કારો ઉજાગર કરનારી સંસ્થા છે રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતે એકવાર ગુરુકુળની મુલાકાત લેવાની ઈચ્છા સાથે સંકુલની મુલાકાત લીધી ત્યારે વિદ્યાર્થીઓની આવાસ નિવાસ ભોજન ની સુવિધા ની સાથે જ્યારે તેઓએ સંતોના આવાસ માટે એક રાચ રચીલા વગરનું ખંડ જોયું આ ખંડમાં એસી વગર જમીન ઉપર સંતો સુતા હોવાનું જાણીને આચાર્ય દેવવ્રત જીએ સંતોની ધર્મ અનુરાગીભાવ અને સાદગીને વંદન કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.