છેલ્લા ૨૮ વર્ષથી સેવા આપતી સંસ્થા બોલબાલા ટ્રસ્ટ દ્વારા સ્વાવલંબન, કલા, કૌશલ્ય તથા જીવનભર ઉપયોગી નીવડે એવા શુભ ઉદેશથી સંસ્થા દ્વારા નામાંકિત આર્ટીસ્ટોનો ઉપયોગ કરી કંઇક નવું કંઈક જુદુ શીખવાડવામાં આવે છે. તે પૈકી બોલબાલા ટ્રસ્ટનાં ૨૮માં સ્થાપના દિન નિમિતે જેતપુરમાં બોલબાલા ટ્રસ્ટ સ્વ ભવન ખાતે બહેનો માટે મેગા કુકીંગ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૮૭ જેટલા બહેનોએ ગુજરાતી, પંજાબી, ચાઈનીઝ, ફાસ્ટફુડ, સ્વીટ, ફરસાણ જેવી ૨૫ જેટલી આઈટમો સોનલબેન વાળા દ્વારા શીખવાડવામાં આવી હતી.
તેમજ સંસ્થા દ્વારા આગામી આજરોજ સવારે ૯:૩૦ થી ૧:૩૦ સુધી નજીવા ‚રૂ.૨૦ના ટોકન દરે બહેનોને પોતાની મનપસંદ હેર કટીંગ શીખવાડમાં આવશે. તેમજ સેલ્ફ ગૃમિગ આર્ટનો સેમિનાર તથા જેતપુરમાં બપોરે ૩ થી ૬ ટોકન ફી માત્ર રૂ.૧૦ છે. જેમાં ૧૦ જેટલા અલગ-અલગ મોડેલ તેમજ પ્રેકટીકલ તાલીમ તથા ઘર બેઠા પોતાનું બ્યુટી પાર્લર જેવું જ વર્ક કરી શકાય તે પ્રકારની તાલીમ આપવામાં આવશે. જેના માટે રાજકોટથી એટ્રેકશન એકેડમીના ભરતભાઈ ગાલોરીયા તથા તેમની ૨૦ જેટલી ટીમ આ મેગા સેમિનારમાં નિ:શુલ્ક સેવા આપશે. આ સેમિનારનો લાભ લેવા બોલબાલા ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાયએ જણાવ્યું છે. તેમજ વધુ માહિતી માટે જેતપુર કાર્યાલય ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.