સમસ્ત ચારણીયા સમાજ દ્વારા નાગબાઇમાઁની ૧૪ ફુટ ઉંચી વિરાટ પ્રતિમા સાથે અષાઢી બીજની દિવ્ય શોભાયાત્રા, વિઘાર્થીઓનો સન્માન સમારોહ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ચારણ સમાજના લોકો ઉ૫સ્થિત રહ્યા હતા.
અબતક સાથેની વાતચીત દરમિયાન પ્રવિણભાઇ ગોગીયાએ જણાવ્યું કે સમસ્ત ચારણીયા સમાજ દ્વારા આઇશ્રી નાગબાઇમાઁની આ દ્વીતીય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમે છેલ્લા બે વર્ષથી આ શોભાયાત્રા શિક્ષણ સાથે જોડેલ છે. કારણ કે ચારણીયા સમાજ ઘણા વર્ષોથી અમારી ચારણી પરંપરા અમારો પોશાક, અમારી ભાષા આ બધુ ભુલાઇ ન જાય અને સમાજ એકતા સાથે જોડાયેલો રહે અને સંગઠન અને શિક્ષણનું સ્તર વધે એને ઘ્યાનમાં રાખી અને આઇશ્રી નાગબાઇમાઁને આરાઘ્ય દેવી તરીકેનું બિરૂદ આપી અમે આ શોભાયાત્રાનું આયોજન કર્યુ છે.આઇશ્રી નાગબાઇ માતાજીનો અમારી ચારણીયા સમાજ સાથે ઇતિહાસ જોડાયેલો છે. શ્રી નાગબાઇમાઁ એ હિમાલયની અંદર હાડગાળવા માટે ગયા ત્યારે એમની સાથે જે દંપતિના ગાડે બેસીને ગયા એ ચારણ્ય સમાજના દંપતિ હતા. શોભાયાત્રા કિશાનપરા થઇ જયુબેલીથી રેસકોર્ષ ગ્રાઉન્ડમાં સમાપન થશે. સાથો સાથ સમુહ મહાપ્રસાદ તથા ૬૫૦ વિઘાર્થીઓનો સન્માન સમારોહ રાખેલ છે.