- રોયલ એકેડેમી ઇન્ડિયા અને સુરીલા ગ્રુપના ગાયક વૃંદોએ મહોમદ રફીના સદાબહાર ગીતોની પ્રસ્તુતિ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા
- મહોમદ રફીની પૂણ્યતિથિ નિમિતે
- ગુજરાતની 400 સંગીતપ્રેમીઓ સાથેની લોકમાન્ય સંસ્થા એટલે ‘રોયલ એકેડમી-ઇન્ડિયા’ આ નામાંકિત સંસ્થાના ઉપક્રમે સુરીલા સફર ગ્રુપના સથવારે ગઇકાલે મહોમદ રફી સાહેબની પુણ્યતિથિ નિમિતે ભાવાંજલિ આપતો સંગીતનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો.
- ભારતીય સંગીત ક્ષેત્રમાં હજ્જારો ગીત ગાઇને અમર થનાર મહોમદ રફી સાહેબના સુરીલા-મન પસંદ ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
- રોયલ એકેડેમી-ઇન્ડિયા અને સુરીલા સફર ગ્રુપના 8થી વધુ ગાયક વૃંદાએ પોતાની અનોખી કલા દ્વારા કરાઓકે ટ્રેક ઉપર મધુર સ્વર લહેરાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતાં.
200 સીટ નો સેન્ટ્રલ એસી હોલ નવા ઉભરતા સિંગરો માટે જ બનાવ્યો છે: ચંદ્રકાંતભાઈ શેઠ
અબતક સાથેની વાતચીતમાં રોયલ એકેડમી ગ્રુપ ના ચંદ્રકાંતભાઈ શેઠ એ જણાવ્યું હતું કે અમારું રોયલ એકેડમી ગ્રુપ ચાલે છે તેમાં 400 થી વધુ મેમ્બરો છે. બીજું ગ્રુપ સંગીત સંધ્યાનું ચાલે છે તેમાં 550 થી વધુ મેમ્બરો છે. દર રવિવારે અલગ અલગ કાર્યક્રમો યોજાતા હોય છે.ત્યારે ગઈ કાલે સુરીલા સફર ગ્રુપ સાથે મળી મોહમ્મદ રફી સ્પેશિયલ ભાવાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મહમદ રફી ભારતના મહાન સિંગર હતા. તેઓ એ હજારોની સંખ્યામાં તેને ગીતો ગાયા છે. અને તેઓને ઘણા બધા એવોર્ડ મળેલ છે.31 જુલાઇ ના રોજ તેની પુણ્યતિથિ નિમિતે આમારા ગ્રુપ દ્વારા ભાવાંજલિ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં બધા જ ગીતો મહમદ રફી સાહેબના ગીતોની પ્રસ્તુતિ કરવામા આવી હતી .. અમે 200 સીટ નો સેન્ટ્રલ એસી હોલ નવા ઉભરતા સિંગરો માટે જ બનાવ્યો છે. અમે એક પણ રૂપિયો ચાર્જ કરતા નથી. બધા લોકોને ખૂબ જ સારું ફીલ થાય છે કારણ કે નવા સિંગરને સ્ટેજ મળવું એ ખૂબ જ મુશ્કેલ હોય છે. દરેક ગ્રુપ દ્વારા કાર્યક્રમ કરવામાં આવે છે.
અમે કોઈ પાસેથી કાંઈ ચાર્જ કરતા નથી. સપ્ટેમ્બરમાં હેમુ ગઢવી હોલમાં કાર્યક્રમ કરશું ત્યારે બધું જ સેટઅપ અમે જ કરવાના છીએ. કોઈ પાસેથી એક પણ રૂપિયો લેવામાં નહીં આવે. સારા સારા બે પ્રોગ્રામ કરવાના છીએ અને લાઈવ કરવાના છીએ. અમે અબતક મીડિયાના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા અને અબતકની ટીમનો આભાર વ્યક્ત કરીએ છીએ.
આજનું જનરેશન જુના ગીતોને ખૂબ જ પસંદ કરે છે : ફાલ્ગુની મહેતા
અબતક સાથેની વાતચીત માં રોયલ એકેડેમીના બોર્ડ ઓફ ડિરેક્ટર ફાલ્ગુની મહેતા એ જણાવ્યું હતું કે મનીષભાઈ પેશાવરના સુરીલા સફર ગ્રુપ દ્વારા મહમદ રફી સ્પેશિયલ શ્રદ્ધાંજલિ આપવા માટે સુરીલા સફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું 9 થી 10 સિંગરો મોહમ્મદ રફી સાહેબના ગીતોની પ્રસ્તુતિ કરી હતી. મોહમ્મદ રફી સાહેબના 27 જેટલા ગીતો ગાવામાં આવ્યા હતા. 200 થી વધુ લોકોએ કાર્યક્રમમાં જોડાયા હતા. આજનું જનરેશન જુના ગીતોને ખૂબ જ પસંદ કરે છે. નવા ગીતો છે. તે જલ્દી ભુલાઈ જતા હોય છે. પરંતુ જુના ગીતો 50 60 વર્ષ પછી પણ ગાવા ગમે છે.. જૂના ગીતો સદાબહાર છે.. જેને ગાવા સાથે સાંભળવાનો પણ અનોખો આનંદ છે.
જુના ગીતોનો કોઈ અંત નથી કે કોઈ વિકલ્પ નથી: મનીષભાઈ પેશાવર
અબતક સાથેની વાતચીત માં સુરીલા સફર ગ્રુપ ના મનીષભાઈ પેશાવર એ જણાવ્યું હતું કે મોહમ્મદ રફી સાહેબના 20 વર્ષથી ગીતો સાંભળતો આવું છું અને ગાતો આવું છું. છેલ્લા ચાર પાંચ વર્ષથી હું સ્ટેજ પ્રોગ્રામ કરતો આવું છું. દર વર્ષે મહમદ રફી સાહેબની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરીએ છીએ. રોયલ એકેડેમી ના ચંદ્રકાંતભાઈ શેઠનો નવકાર મંત્ર બોલવા માટેનો 200 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા વાળો હોલ છે. તેમણે અમને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરવા માટે હોલ ફ્રી માં આપેલ છે. રોયલ એકેડેમીના અને સુરીલા સફર બંનેના સિંગરોએ મહોમદ રફી સાહેબ ના ગીતો ની પ્રસ્તુતિ કરી છે.
હાલ ના નવા ગીતો થોડો સમય સાંભળવા માટે સારા લાગે છે. પરંતુ બીજું નવું આવે એટલે જૂનું ભુલાઈ જાય છે. જુના ગીતો ખૂબ જ અમર છે કેમકે તાલ, રાગ અને સ્ટોરી અનુરૂપ શબ્દો લખાયેલા હોય છે અને એ રીતે ગવાયેલા હોય છે. જુના ગીતોનો કોઈ અંત નથી કે કોઈ વિકલ્પ નથી તે ક્યારેય ભુલાશે નહીં. પેઢી દર પેઢી જુના ગીતો બધાને ગમશે.