કાર્યક્રમમાં વિભાવરીબેન જાનીએ અધ્યક્ષ સ્થાનેથી ઉપસ્થિત લોકોને પર્યાવરણનું જતન કરવાની સલાહ આપી
પર્યાવરણ પ્રત્યે જાગૃતતા કેળવવી એ આજના સમયની માંગ છે. બીજા દેશોમાં લોકો પોતાની ફરજ સમજીને પર્યાવરણ પ્રત્યે જાગૃત રહે છે. જયારે આપણે ત્યાં હજુ આ અંગે જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. જે સંદર્ભે નવરંગ નેચર કલબ દ્વારા સિસ્ટર નિવેદીતા સ્કૂલ ખાતે પર્યાવરણ અંગે જાગૃતતા લાવવા કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને ઉપિસ્થત રહેલ ગુલાબભાઈ જાનીનાં સુપુત્રી વિભાવરીબેન જાનીએ જણાવ્યું હતુ કે રાજકોટની જનતામાં પર્યાવરણ અંગેની થોડા અંશે પણ જાગૃતી નથી તેઓએ અન્ય દેશોની તુલના કરતા કહ્યું હતુ કે ત્યાના બાળકોને નાનપણથી જ શિખવવામાં આવે છે કે પર્યાવરણનું જતન કઈ રીતે કરી શકાય હવે સમય આવી ગયો છે. આપણે સંપૂર્ણ પણે પર્યાવરણનું જતન કરવું જ જોઈશે.