આજના સમયમાં જયારે આતંકવાદ ખરાબ રાજકારણ અને ભ્રષ્ટાચાર યુકત સમાજ બની ગયો છે ત્યારે ગાંધીજી વધુ પ્રસ્તુત બને છે. તેમની ૧૫૦મી જન્મ શતાબ્દી વર્ષ નિમિતે સમગ્ર દેશમાં ઉજવણી થતી હોય ત્યારે યુવાનો વધુને વધુ ગાંધીજીની વિચારધારા અન.જીવન પ્રત્યે સભાન બને તેમના આપેલા મૂલ્યોને જીવનમાં અપનાવે તે જરૂરી છે.
આજ સંદર્ભમાં તા.૨જી ઓકટોબરના રોજ શ્રીમતી જે.જે.કુંડલિયા આર્ટસ, કોમર્સ એન્ડ બી.બી.એ. કોલેજમાં ગાંધી વંદનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૭ થી ૮ વાગ્યા સુધી ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ તથા સ્ટાફે પ્રભાતફેરી કાઢી ગાંધીજીના ભજનોનું ગાન કર્યું હતું ત્યારબાદ સર્વધર્મ પ્રાર્થના તથા વૈષ્ણવજન ભજન દ્વારા ગાંધીજીની વંદના કરી હતી.
આ પ્રસંગે કોલેજના પ્રિ.ડો.યજ્ઞેશભાઈ જોષીએ ગાંધીજીના જીવનના અનેક પ્રસંગો વર્ણવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, દરેક ભારતીયએ અઠવાડીયામાં એક દિવસ ખાદી પહેરવી જોઈએ ખાદીએ વિચારધારા છે. ભારતીય મુલ્યો અને સંસ્કૃતિનો પર્યાય છે. ખાદી વિદ્યાર્થીઓએ પહેરવી જોઈએ. ગાંધીજીના જીવનમાંથી સત્ય અને અહિંસાની પ્રેરણા લઈ ખરાઅર્થમાં તેમને યાદ કરવા જોઈએ.
ભવિષ્યના લોકો કદાચ માની પણ નહી શકે કે ગાંધીજી જેવું વ્યકિતત્વ હોય પણ શકે આજના રાજકારણ અને ભ્રષ્ટાચાર યુકત સમાજમાં ગાંધી વિચારધારા જ ભવિષ્યને ઉજળું બનાવી શકે. ગાંધીજી સત્યના પર્યાયવાચી છે અને સત્ય હંમેશા પ્રસ્તુત જ હોય તેથી ગાંધીજી રહેશે- આજના દરેક પ્રશ્ર્નોના જવાબો ગાંધીવાદમાં છે અને વિદેશી વિચારધારામાં ભળવાને બદલે આપણી સંસ્કૃતિ ઉપર ગર્વ થવો જોઈએ. લગભગ બધા જ દેશમાં ગાંધીજીનો સ્વિકાર થયો છે ત્યારે આપણે આપણા રાષ્ટ્રપિતાએ એક સારો સમાજ બનાવી યાદ કરવા જોઈએ.