54.6 ટકાના ઉછાળા સાથે કંપનીનો નફો 100 કારોડને પાર પહોંચ્યો
ભારત દેશમાં દરેક ક્ષેત્રની કંપનીઓ બસ મોટો નફો કરી રહ્યું છે ત્યારે મેટ્રોના પગરખા પણ મોટા થયા છે. આ તકે બીજી વાત સામે પણ આવી કે ત્રીજા ક્વાર્ટરમાં મેટ્રો શુઝ ના વેચાણમાં ઉછાળો આવતા નેટ પ્રોફિટ ૫૪ ટકા વધુ જોવા મળ્યો હતો. અને કંપનીનો નેટ પ્રોફિટ 100.85 કરોડે પહોંચ્યો હતો. તરફથી નાણાકીય વર્ષમાં ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ 65.22 કરોડનો નેટ નફો કર્યો હતો. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ઓપરેશન થકી જે કુલ રેવન્યુ આવી છે તે 483.77 કરોડ પહોંચી છે.
આ ઉછાળા બાદ કંપનીના સીઇઓ એ માહિતી આપતા કહ્યું હતું કે કંપનીને જે આવક ઊભી થઈ છે તે ખૂબ જ સારી છે અને આ સહેજ પણ અપેક્ષિત ન હતી ત્યારે કંપની પર લોકોનો જે ભરોસો જોવા મળ્યો છે તેના પરિણામે આ શક્ય બન્યું છે. મેટ્રો શુઝ દ્વારા બસ વર્ષના ડિસેમ્બર માસમાં આઇપીઓ થકી 295 કરોડ રૂપિયા ઉભા કર્યા હતા જેનું મુખ્ય કારણ એ જ હતું કે ગ્રાહકોનો કંપની પરનો ભરોસો અનેરો રહ્યો છે. બીજી તરફ સમગ્ર ભારતમાં મેટ્રો બ્રાન્ડ પાસે જ ફીટફ્લોપના વેચાણ માટેના કરારો થયેલા છે. વેચાણ થી પણ મેટ્રોને અંશે ફાયદો પહોંચ્યો છે.
આ કંપનીના સીઈઓ એ એ વાતની પણ માહિતી આપતા કહ્યું હતું કે આવનારા સમયમાં આ પ્રકારે જ કંપની આગળ વધશે અને જે ભરોસો જોવા મળ્યો છે તેના ઉપર વધારે ધ્યાન રાખી લોકોને નવીનતમ શું આપી શકાય તે દિશામાં હમે ચિંતા અને તેમની સારસંભાળ લેશે. હાલ મેટ્રો ભારતના 140 શહેરોમાં કાર્યરત છે અને પોતાના 629 સ્ટોર ઉભા કર્યા છે જે આવનારા સમયમાં હજુ પણ વધશે.