ઓનલાઈન માધ્યમનો શ્રેષ્ઠ ઉપયોગ કરતી વીવીપી કોલેજ
રિમોટ સેન્સીંગના 16 કાર્યક્રમોમાં 116 અઘ્યાપકો, વિદ્યાર્થીઓએ ભાગ લીધો
વીવીપી ખાતે ઈસરોના ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ રિમોટ સેન્સીંગ દ્વારા ઓનલાઈન તાલીમ કાર્યક્રમોમાં 116 અઘ્યાપકો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વીવીપીએ ઓનલાઈનનો ઉપયોગ કરી શિક્ષણ કાર્ય ઉપર કોરોનાની અસર થવા દીધી નથી. વી.વી.પી. ઈજનેરી કોલેજ ખાતે ઈસરો દવારા સંચાલિત ઈન્ડીયન ઈન્સ્ટીટયૂટ ઓફ રીમોટ સેન્સીંગ દવારા અનેકવિધ ઓનલાઈન ટ્રેનીંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 116 પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભાગ લેનારા તમામને ઈસરો દવારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અમેરિકા જેવા વિકસિત દેશોમાં આ પ્રકારની કામગીરી નાસા દવારા કરવામાં આવે છે. અમેરિકાની એજયુકેશન સિસ્ટમમાં સ્પેસ ને લગતા કાર્યક્રમોમાં નાસાનો સપોર્ટ અને યોગદાન ઘણું જ હોય છે. ત્યાના વિદ્યાર્થીઓને નાસા દવારા ઘણા બધા સ્પેસના પ્રોગ્રામ આપવામાં આવે છે. આવી જ પહેલ થોડા વર્ષોથી ઈસરો દવારા શરૂ કરવામાં આવેલ છે અને ખાસ કરીને એન્જીનીયરીંગ અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટી મેમ્બર્સને ઈસરો દવારા થતા રીમોટ સેન્સીંગ, સ્પેશ ટેકનોલોજી, જીઆઈએસ (જીઓગ્રાફીકલ ઈન્ફોર્મેશન સિસ્ટમ), જીએનએનએસ જેવી વિવિધ ટેકનોલોજીનો પરિચય તેમના ઓનલાઈન એજયુકેશન પ્રોગ્રામ મારફત આપવામાં આવે છે. આ માટે ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ રીમોટ સેન્સીંગ, દહેરાદુન ખાતેના સેન્ટર પરથી વિવિધ કોલેજોને ફોકલ સેન્ટર આપવામાં આવે છે. કુલ 16 કાર્યક્રમોનું ઓનલાઈન માધ્યમથી ઈસરો અંતર્ગત ટેકનિકલ લેકચર સીરીઝનું આયોજન થઈ ચૂકેલ છે. આ ઈંઈંછજ – આઉટરીચ પ્રોગ્રામ તરીકે જાણીતા કાર્યક્રમમાં નીચે મુજબના વિષયો પર તજજ્ઞો દવારા એકસપર્ટ લેકચર સીરીઝ આપવામાં આવેલ છે. સેટેલાઈટ ફોટોગ્રાફી એન્ડ ઈટસ એપ્લીકેશન.
એપ્લીકેશન ઓફ જોઈનફોર્મેટીકસ ઈન ઈકોલોજીકલ સ્ટડીઝ, ઓસ્પેશ્યલ ઈન્યુટસ ફોર ઈનેબ્લીન્ગ માસ્ટર પ્લાન ફોર્મ્યુલેશન., આર એસ એપ્લિકેશન ઈન એગ્રીકલ્ચર વોટર મેનેજમેન્ટ, રીમોટ સેન્સિંગ એન્ડ ડીજીટલ ઈમેજ એનાલીસીસ, બેઝિકસ ઓફ રીમોટ સેન્સિંગ, જીઓગ્રાફીકલ ઈન્ફમેશન એન્ડ ગ્લોબલ નેવીગેશન સેટેલાઈટ સિસ્ટમ, ગ્લોબલ નેવીગેશન સેટેલાઈટ સિસ્ટમ, અન્ડરસ્ટેન્ડીંગ ઓફ કોસ્ટલ ઓશીન પ્રોસેસીંગ યુઝીંગ રીમોટ સેન્સીંગ એન્ડ ન્યુમેરીકલ મોડેલીન્ગ, જીઓગ્રાફીકલ ઈન્ફોર્મેશન સિસ્ટમ, બેઝિકસ ઓફ જીઓકોમ્યુટેશન એન્ડ જીઓ વેબ સર્વિસીસ, આર એસ એન્ડ જીઆઈએસ એપ્લીકેશન, રીમોટ સેન્સીંગ ઓફ લેન્ડ ડીગ્રેડેશન, એસ એ આર પોલારીમેટ્રી એન્ડ ઈન્ટરફેરોમેટ્રી, કાર્યશાલા ઓન સ્પેશ ટેકનોલોજી એન્ડ એપ્લીકેશનસ, ઓવરવ્યુ ઓફ જીઓપ્રોસેસીંગ યુઝીંગ પાઈથોન, સેટેલાઈટ બેઝડ નેવિગેશન : જર્ન ફોમ જીપીએસ ટુ મોબાઈલ પ્લેટફોર્મ વગેરે અંગે વકતવ્ય અપાયા હતા. કોરોના મહામારીના કપરા સમયગાળામાં પણ વી.વી.પી.ના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો અત્યાધુનિક વિષયો પર ટ્રેનિંગ લેવાનું ચૂકયા નથી. ઓનલાઈન માધ્યમનો શ્રેષ્ઠ ઉપયોગ કરી વી.વી.પી. એ કોરોનાની અસર શિક્ષણ કાર્ય પર થવા દીધી નથી. આ જ કારણથી ઉચ્ચ મેરીટ માર્કસ ધરાવતા વિદ્યાર્થીઓની પ્રવેશ માટે પ્રથમ પસંદગી વી.વી.પી. રહી છે. વિજ્ઞાન અને એન્જીનીયરીંગ ક્ષેત્રે સદા અગ્રેસર એવી રાજકોટની વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજનાં આચાર્ય ડો. જયેશ દેશકરના માર્ગદર્શન હેઠળ ઈ.સી. વિભાગનાં વડા ચાર્મીબેન પટેલ તથા કો-ઓર્ડીનેટર તરીકે પ્રો. શેરોન ટ્રસ્ટી દવારા આ ફોકલ સેન્ટરને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહયા છે. ઈસરોના સહયોગથી શરૂ કરાયેલ આ આઉટરીચ પ્રોગ્રામનાં ફોકલ સેન્ટર વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજની આ પહેલ બદલ સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા તથા ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણિઆર તથા આચાર્ય ડો. જયેશ દેશકર એ ભાગ લીધેલ તમામ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.