આજે દેશભરમાં Teachers’ Day ની ઊજવણી દેશમાંથી કુલ 16 શિક્ષકોને મળશે ‘President’s Medal Award’ ગુજરાતમાંથી એકમાત્ર શિક્ષક આ એવોર્ડથી થશે સન્માનિત પ્રોફેસર રણજિત પરમારને આજે મળશે આ ખાસ એવોર્ડ આજે દેશભરમાં ‘શિક્ષક દિવસ’ની ઊજવણી…

  • દેશમાંથી કુલ 16 શિક્ષકોને મળશે ‘President’s Medal Award’
  • ગુજરાતમાંથી એકમાત્ર શિક્ષક આ એવોર્ડથી થશે સન્માનિત
  • પ્રોફેસર રણજિત પરમારને આજે મળશે આ ખાસ એવોર્ડ

આજે દેશભરમાં ‘શિક્ષક દિવસ’ ની ઊજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં વિવિધ સ્થળે ‘શિક્ષક સન્માન’ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પરંતુ આ વચ્ચે ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે જૂનાગઢ સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે ફરજ બજાવતા પ્રોફેસર રણજિત પરમારને આજે ‘રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે.

પ્રોફેસર રણજિત પરમારને વિશેષ સન્માન

આજે 5 સપ્ટેમ્બરનાં રોજ રાષ્ટ્રીય ‘શિક્ષક દિવસ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમિત્તે આજે ગુજરાતનાં જૂનાગઢ સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે ફરજ બજાવતા પ્રોફેસર રણજિત પરમારને વિશેષ સન્માન અપાશે. પ્રોફેસર રણજિત પરમારને આજે ‘રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલ દેશમાંથી કુલ 16 શિક્ષકોની આ બાબતે પસંદગી કરવામાં આવી છે, જેમાંથી જૂનાગઢનાં પ્રોફેસર રણજિત પરમારનાં નામની ગુજરાત રાજ્યમાંથી એક માત્ર પસંદગી થઈ છે.

દેશભરમાંથી 16 શિક્ષકોની પસંદગી, ગુજરાતમાંથી એકમાત્ર ટીચર

ખાસ વાત તો એ છે કે ઈજનેર અભ્યાસક્રમમાં જે વિધાર્થીઓ ગુજરાતી માધ્યમમાંથી આવતા હોય તેઓ સરળ ભાષામાં અભ્યાસક્રમ સમજી શકે તે માટે તેઓએ વીડિયો તૈયાર કર્યા છે. રાષ્ટ્ર્રપતિ ચંદ્રકની પસંદગી માટે તેમના વિશેષ તૈયાર કરેલ વીડિયો ઉપરાંત કોલેજની હરિયાળી અને વિવિધ પ્રવૃત્તિઓનાં પાસાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. આ તકે પ્રોફેસર રણજિત પરમારે ખુશી વ્યક્ત કરતા આ વિશેષ સન્માનને ટીમ વર્કનો એક ભાગમાંનીને સ્ટાફની દરેક વ્યક્તિને શ્રેય આપ્યો હતો. મહત્ત્વનું છે કે જૂનાગઢ પોલિટેક્નિક કોલેજ ખાતે ડિપ્લોમા મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ ચાલી રહ્યો છે. અહીં, કુલ 700 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.