જાતીય સતામણીની ફરીયાદ ૭ દિવસ પહેલા કરવામાં આવી હોવા છતાં કાર્યકારી કુલપતિનો ઢાંક પીછોડો
શિક્ષક અને વિઘાર્થી વચ્ચેના સંબંધો પિતા-પુત્રી જેવા પવિત્ર હોય છે. પરંતુ એ-ગ્રેડ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાયો સાયન્સ ભવનના એક અઘ્યાપકે પી.એચ.ડી.ની વિઘાર્થીની પાસે બિભત્સ માંગણી કરતા સેકસયુઅલ હેરેસમેન્ટ સેલમાં ફરીયાદ નોંધાઇ છે જો કે જાતીય સતામણીની ફરીયાદ ૭ દિવસ પહેલા આવી છતાં કાર્યકારી કુલપતિ જાણતા ન હોય તેમ આ ઘટનાને દબાવવા ઢાંક પીછોડો કર્યો હતો.
મળતી માહીતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાયોસાન્સ ભવનમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા નીલેશ પંચાલે પોતાની ગાઇડશીપ નીચે વિઘાર્થીનીને આગળ પી.એચ.ડી.માં પાસ થવા માટે બિભત્સ માંગણી કરતી હતી.
પોતાનો અભ્યાસ બગડે નહીં તે રીતે વિઘાર્થીની પોતાની કામગીરી આગળ કરી રહી છે.
અઘ્યાપકના ઇરાદાની જાણીને વિઘાર્થીની તેમાંથી છુટવા પ્રયાસ કર્યા હતા જો કે અંતે છાત્રા કંટાળી હતી.
પ્રોફેસર હોવાના નામે વિઘાર્થીનીને મારી ઇચ્છા પુરી નહી થાય તો પી.એચ.ડી. પુરુ થવા નહી દઉ આવી રીતે બિભત્સ માંગ થતા છાત્રા ડરી ગઇ અને ૩૦મી ઓગષ્ટના રોજ પોતાના પરિવારજનો સાથે સીધી વાત કરી વિઘાર્થીની અને પોતાના પરિવારજનો કુલપતિ પાસે ગયા જો કે કુલપતિએ ફરીયાદ સેલમાં ફરીયાદ કરવાનું જણાવ્યું હતું. ત્યારબાદ સેકયુઅલ હેરેસમેન્ટ સેલમાં પણ ફરીયાદ નોંધાઇ હતી જો કે કાર્યકારી કુલપતિએ ઢાંક પીછોડો કર્યો હતો સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખળભળાટ મચી ગઇ છે.