અંગ્રેજી બોર્ડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચેરમેન અને માતુશ્રી વિરબાઈમાં મહિલા આર્ટસ કોલેજ ના અંગ્રેજી વિભાગ ના વડા ડો. ઇરોસ વાજા એ દુબઇ માં યોજાયેલ ૩૯મી GITEX ટેકનોલોજી વિક માં હાજર રહી ભારત નું પ્રતિનિધીત્વ કરેલ અને પોતાના વિચારો રજૂ કરેલ. દુનિયા ના મોટા ભાગ ના દેશો ની આવનારા સમય ની ટેકનોલોજી ના આ વૈશ્વિક મહાકુંભ માં રાજકોટ ના આ પ્રોફેસર એ પોતાના મંતવ્યો રજુ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ રાજકોટ શહેર નું નામ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રોશન કર્યું છે. દુબઇ વર્લ્ડ ટ્રેડ સેન્ટર યુએઈમાં તારીખ ૬ થી ૯ ઓક્ટોબર સુધી ચાલેલા આ કાર્યક્રમમાં ડો. ઇરોસ વાજા એ શિક્ષણ ક્ષેત્રે આકાર લઈ રહેલ નવી ટેકનોલોજી વિશે ઊંડાણ પૂર્વક અભ્યાસ કરેલ. Siemens, Microsoft, Oracle, Ingram, Net App, Manage Engine જેવી વિશ્વની ટોપ લેવલ ની કંપનીઓ એ પોતાની આવનારી ટેકનોલોજી વિશે માહિતી આપી હતી.
આ કાર્યક્રમ વિશે ડો વાજા એ જણાવ્યું હતું કે જીવન ના દરેક ક્ષેત્ર અને ખાસ કરી ને શિક્ષણ માં અદ્યતન ટેકનોલોજી પદાર્પણ કરી રહી છે ત્યારે વિશ્વ સાથે કદમ મિલાવવા માટે આપણે પણ એના થી માહિતગાર થવું પડશે અને એનો લાભ આપણાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવો પડશે. સમય ની સાથે પરિવર્તન આવે જ છે. અને આપણે પણ આ તમામ સુવિધાઓ નો મહત્તમ ઉપયોગ કરી આપણા દેશ ને અને સમાજ ને આગળ લાવવાનો પ્રયાસ કરવો પડશે.
અંગ્રેજી અને પત્રકારત્વ જેવા વિષયોમાં ડબલ Ph.D.ની ડિગ્રી ધરાવતા ડો ઇરોસ વાજા આ અગાઉ પણ કેનેડા, રશિયા જેવા દેશો ની યુનિવર્સિટીઓની શૈક્ષણિક મુલાકાતો લઈ ચુક્યા છે. તેઓના સંશોધન પત્રો અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના જર્નલ માં પ્રકાશિત થઇ ચુક્યા છે.