ગ્રાન્ટેડ કોલેજના પ્રોફેસરોને ઓબ્ઝર્વીંગ માટે ઓર્ડર અપાતા વિરોધ
પેરા મેડિકલની પરીક્ષામાં આર્ટસ અને કોમર્સની ગ્રાન્ટેડ કોલેજના પ્રોફેસરોને ઓબ્ઝર્વર તરીકે મુકવામાં આવશે: કુલપતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પેરા મેડિકલ પરીક્ષામાં ઓબ્ઝર્વર તરીકે રાજકોટની આર્ટસ અને કોમર્સની ગ્રાન્ટેડ કોલેજના પ્રોફેસરોની ઓબ્ઝર્વીંગ માટે બહારગામ મોકલવામાં આવતા વિરોધનો સુર ઉઠવા પામ્યો છે. કુલપતિએ લીધેલા નિર્ણય સામે અધ્યાપકો ખફા થઈ ગયા છે. ત્યારે જો આ નિર્ણયમાં ફેરફાર કરવામાં નહીં આવે તો સોમવારે ગ્રાન્ટેડ કોલેજના તમામ અધ્યાપકો અને આચાર્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આ નિર્ણયનો વિરોધ કરીને હલ્લાબોલ કરશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છ જુલાઈથી એમબીબીએસની પરીક્ષા હાથ ધરવામાં આવી હતી. તે પૂર્ણ થતાં આગામી ૧૭મી જુલાઈથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પેરા મેડિકલની પરીક્ષા લેવામાં આવશે અને આ પેરા મેડિકલ પરીક્ષામાં રાજકોટની ગ્રાન્ટેડ કોલેજોના પ્રોફેસરોને ઓબ્જર્વીંગ માટેની ડયુટી સોંપવામાં આવી છે. યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીન પેાણીએ ગ્રાન્ટેડ કોલેજના પ્રોફેસરોને ઓબ્જર્વર તરીકે મુકવા માટે આદેશ આપ્યો છે. તેના ભાગરૂપે ગ્રાન્ટેડ કોલેજના તમામ અધ્યાપકોને ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. પરંતુ હાલ સમસ્યા ઉભી થઈ છે કે, ગ્રાન્ટેડ કોલેજના ઓબ્જર્વરોને બહારગામ મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણયી રાજકોટની તમામ ગ્રાન્ટેડ કોલેજના પ્રોફેસરો અને આચાર્યો ખફા છે અને તાત્કાલીકપણે આ નિર્ણય દૂર કરવામાં આવે તેવી પ્રોફેસરોની માંગ છે.
આ સંદર્ભે ‘અબતક’એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નિતીનકુમાર પેાણી સથે વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતની ચાર થી પાંચ યુનિવર્સિટીમાં આ નિયમ પ્રોફેસરોને બહારગામ ઓબ્ઝર્વીંગ માટે મોકલવાનો નિર્ણય વર્ષોથી ચાલુ છે અને શાંતિપૂર્વક રીતે ચાલે છે અને પ્રોફેસરોને ઓબ્ઝર્વીંગ માટે બહારગામ મોકલવાનો નિર્ણય યથાવત જ રહેશે.