આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પ્રકાશના કિરણોની તરંગ લંબાઈ વિશે શોધ કરનાર ચંદ્રશેખર વેકટરામનના જન્મદિને ઉજવાય છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિન
૨૧મી સદીના વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં ટેલિફોનથી લઈને ટેબ્લેટ સુધીની સફરમાં વિજ્ઞાન માનવીના રોજિંદા જીવન સાથે સંકળાયેલું રહ્યું છે. રોજ બરોજ ના કાર્યમાં વણાઇ ગયેલા વિજ્ઞાનની ઉપયોગિતા અંગે લોકો જાગૃત બને તે માટે સમગ્ર દેશમાં ર૮ ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેની આ વર્ષની થીમ છે નસ્ત્રવિજ્ઞાનમાં મહિલાઓ ૨૮ મી ફેબ્રુઆરી ૧૯૨૮માં કલકત્તાની ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ ખાતે ભારતીય વૈજ્ઞાનિક સર ચંદ્રશેખર વેંકટરામને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે પ્રકાશના કિરણોની અલગ અલગ તરંગ લંબાઈ પર વિખેરાઈ જવાની પ્રક્રિયાનું ખુબ જ બારીકાઈથી અવલોકન કરી તેને લોકો સમક્ષ મુકી હતી. જે શોધને તેમના નામ પરથી પરામન ઈફેક્ટથ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ ૧૯૩૦માં આ નોંધપાત્ર શોધ માટે તેમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ભારતમાં જ સંશોધન કાર્ય કરીને નોબલ પુરસ્કા ર મેળવનાર પ્રો. રામન એક માત્ર ભારતીય વૈજ્ઞાનિક હતા. તેમની શોધ પરથી વધુને વધુ બાળકો અને યુવાનોને પ્રેરણા મળે તેવા શુભાશયથી સરકાર દ્વારા દર વર્ષે નસ્ત્રનેશનલ સાયન્સ ડેસ્ત્રસ્ત્ર ઉજવવામાં આવે છે.
વિજ્ઞાન ક્ષેત્રે થઈ રહેલા નવીનતમ પ્રયોગો પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે દેશના કલકત્તા, લખનૌ, અમદાવાદ અને કપૂરથલા ખાતે સાયન્સ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગૌહાટી અને કોટ્ટયામમાં પણ સાયન્સ સિટીનું નિર્માણ થઈ રહ્યું છે. સાયન્સ સિટી વિજ્ઞાનના ક્ષેત્રમાં થઈ રહેલી પ્રગતિ અને સંશોધનના પ્રદર્શનનું કેન્દ્ર છે. તેમાં વિજ્ઞાનથી જોડાયેલી ૩ડી ફિલ્મો, સેમીનાર, વિજ્ઞાન મેળા વગેરેનું આયોજન કરવામાં આવે છે.
રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને તેમની કચેરીઓ પણ ટેકનોલોજી સાથે તાલ મિલાવીને કાર્ય કરતી થઈ છે. તેમના રોજ બરોજના વપરાશની ચીજવસ્તુઓની આવશ્યકતા માટે ગર્વમેન્ટ ઈમાકેટ પ્લેસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જેના થકી આજે સરકારી વિભાગો અને તેમની જરૂરિયાતની વસ્તુઓ ઓનલાઈન ખરીદતા થયા છે. સ્માર્ટ સીટી બની રહેલા રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ ટોયલેટની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે સમગ્ર ભારતમાં સૌ પ્રથમ છે. આ ઉપરાંત રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડ દ્વારા એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ સિસ્ટમ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કેમેરા લગાવવામાં આવ્યા છે. જેના દ્વારા શહેરના કોઈપણ સ્થળે ઉદ્દભવેલા ગેરકાયદેસર દબાણની જાણ સંબંધિત વોર્ડના અધિકારીને તુરંત મેસેજ રૂપે તેના મોબાઈલ ફોનમાં મળી જાય છે. આ ઉપરાંત નવા ટ્રાફિક સિંગ્નલ સેન્સરથી જ સજ્જ બનાવવામાં આવ્યા છે જે વાહનોને ડિટેકટ કરી તેને ચોક્કસ અલગોરીધમ આધારિત વર્ગીકૃત કરીને ટ્રાફિકને મેનેજ કરી રહ્યા છે. જેથી ટ્રાફિકની સમસ્યાને મહદઅંશે નિવારી શકાશે. આ અદ્યતન ટેકનોલોજીનો સીધો લાભ શહેરના ૫ લાખથી વધુ નાગરિકોને મળી રહ્યો છે.