૧૨ મહિના જેટલો સમય સુધી કાર્યકારી કુલપતિ મારફત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો
વહિવટ ચલાવ્યા બાદ આખરે કાયમી કુલપતિની નિમણુક કરાઈ
૧૨ મહિના જેટલો સમય સુધી કાર્યકારી કુલપતિ મારફત જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વહિવટ ચલાવ્યા બાદ રાજય સરકારે આખરે કાયમી કુલપતિ તરીકે ગુજરાત રાજય પાઠય પુસ્તક મંડળના પ્રમુખ અને સંઘના પાયાના કાર્યકર પ્રો.નીતિન પેથાણીની નિમણુક કરી છે.
લાંબા સમય બાદ આર.એસ.એસના ચુસ્ત સ્વયંસેવક અને વિરમગામની કોલેજના પ્રિન્સીપાલ નીતિનભાઈ પેથાણીની પસંદગી રાજય સરકારે કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૭માં કુલપતિપદે પ્રિન્સીપાલ નીતિનભાઈ પેથાણીની વરણી થતા યુનિવર્સિટીમાં હર્ષોલ્લાસની લાગણી છવાઈ છે.
નીતિનભાઈ પેથાણીનો જન્મ ૧–૬–૧૯૬૦માં જુનાગઢ જીલ્લાના વંથલી તાલુકામાં સાંતલપુર ખાતે થયો છે. કુલપતિપદે પસંદગી પામેલા નીતિનભાઈ પેથાણીએ તેની શિક્ષણ શાપુર સોરઠની જવાહર વિનય મંદિરમાં મેળવ્યું હતું. જયારે સ્નાતકકક્ષાનો અભ્યાસ બહાઉદીન વિનિયન કોલેજમાં અને અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ વિધાની નગરી વલ્લભ વિદ્યાભારતી સરદાર પટેલ યુનિવર્સિટીમાં મેળવ્યો હતો.
નીતિનભાઈ પેથાણીએ કાર્યનિષ્ઠાની પ્રતિષ્ઠાસમી કાર્યવાહી ગુજરાત રાજય શાળા પાઠયપુસ્તક મંડળ ગાંધીનગરમાં કાર્યવાહક પ્રમુખ તરીકે યશસ્વી કામગીરી બજાવી હતી. ૨૦૧૨ થી ૨૦૧૫ દરમ્યાન નીતિનભાઈ પેથાણીએ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે ચુંટાયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાયાના કાર્યકર તરીકે નીતિનભાઈ પેથાણીએ અનેક જવાબદારી વહન કરી હતી.