ભૌતિકશાસ્ત્ર ભવનની રાષ્ટ્રીય ઉડાન
ભારત સરકારના એટોમીક એનર્જી ડિપાર્ટમેન્ટ દ્વારા સંશોધકોને પ્રકલ્પ માટે ૨૬.૪૫ લાખનું અનુદાન
કોરોના મહામારીમાં વર્ક ટુ હોમ અને લોકડાઉનના સમયનો સદ્દઉપયોગ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર ભવનના સતત કાર્યશીલ સંશોધકો પ્રો. નિકેશભાઇ શાહ અને ડો. નિકેશભાઇ શાહ અને ડો. પિયુષભાઇ સોલંકીના મલ્ટીવાઇઝ સેન્સરો તૈયાર કરવાના સંશોધન પ્રકલ્પને ભારત સરકારની રાષ્ટ્રીય સંશોધન સંસ્થાન ડીપાર્ટમેન્ટ ઓફ એટોમીક એનજી (ડીએઇ) બોર્ડ ઓફ રીસર્ચ ઇન ન્યુકલીઅર સાયન્સ (બી.આર.એન.એસ.) મારફત રૂ ૨૬.૪૫ લાખ નું પ્રકલ્પ માટે અનુદાન પ્રાપ્ત થયેલ છે. રાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની ટીમ સામે માર્ચ-એપ્રિલમાં સંશોધકો મારફત પ્રકલ્પનું ઓનલાઇન પ્રેઝન્ટેશન કરવામાં આવેલ હતું. જેમાં દેશમાં ખ્યાતનામ ૧પ જેટલાં વૈજ્ઞાનિકોની ટીમ મારફત પ્રકલ્પના આયામો ચકાસી ચર્ચા વિચારણાના અંતે મંજુરીની મોહર મારવામાં આવેલ હતી.
ભૌતિક શાસ્ત્ર ભવનના સંશોધકોએ વિજચુંબુકીય અને ઉચ્ચ ઉષ્ણતામાનમાં ખુબ જ ઝડપથી સેન્સ કરી શકે તેવા મટીરીયલ્સનો ઉપયોગ કરીને ૧૦૦ નેનોમીટરની અતિસુક્ષ્મ તથા પતલી ફિલ્મ ડીવાઇઝ સેન્સર અને સ્વીચ મોબાઇલ ટેકનોલોજી, કોમ્પ્યુટર-લેપટોપ, ટેબલેટ જેવા વિજાણું ઉપકરણો ખુબ જ ઝડપી બને, લો પાવર કંજપશન (વિજળીનો ખુબ જ ઓછો વપરાશ) ખુબ જ લાંબા સમય સુધી ચાલે તેવી બેટરી તથા મેડીકલ સાધનોના ઉપયોગમાં આવતા તાપમાન, વિજચુંબકીય સેન્સરો થકી સાધનોની ક્ષમતા અને ઝડપમાં વધારો થાય તે પ્રકારના સૂક્ષ્મતંત્રો સૌરાષ્ટ્ર યુનિ. અને ભાભા એટોમીક રીસર્ચ સેન્ટરની લેબોરેટરીમાં સંયુકત રીતે બનાવવા અને પૃથ્થકરણ કરી ભવિષ્યની ટેકનોલોજી માટે ઉઘોગો સાથે સંકલન કરવાનું આયોજન આગામી ત્રણ વર્ષ પ્રકલ્યના માઘ્યમથી કરવામાં આવનાર છે.
સંશોધન પ્રકલ્ય વિશે માહીતી આપતા સંશોધકો ડો. નિકેશ શાહ અને ડો. પિયુષ સોલંકીએ જણાવેલ કે મંજુર થયેલ પ્રકલ્પમાં રૂ. ૯ લાખના ખર્ચે હાઇ રેઝીસ્ટન્સ મીટર વસાવવામાં આવશે જે ૨૦,૦૦૦,૦૦૦,૦૦૦ ઓહમ જેટલો અવરોધ માપી શકે તેની સાથે આગામી ત્રણ વર્ષ માટે એક રીસર્ચ વિઘાર્થીની નિમણુંક કરવામાં આવશે જે વિઘાર્થીને પ્રથમ બે વર્ષ દર મહિને રૂ. ૩૧ હજાર અને ત્રીજા વર્ષે રૂ. ૩૫ હજાર પ્રતિ માસ સ્કોલરશીપ આપવામાં આવશે.
ભૌતિક શાસ્ત્ર ભવનના સંશોધકો ડો. શાહ, ડો. સોલંકી, અને રપ જેટલા યુવા સંશોધકો ટીમ તથા સૌરાષ્ટ્ર યુનિ. ના કુલપતિ ડો. નીતીનભાઇ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી, વિજ્ઞાન વિઘાશાખાના ડીન ડો. મેહુલભાઇ રુપાણીના સફળ માર્ગદર્શન હેઠળ ભૌતિકશાસ્ત્ર ભવનના અઘ્યક્ષ ડો. મિહીરભાઇ જોશી, ડો. હીરેનભાઇ જોષીના સફળ સહયોગથી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધપાત્ર સંશોધનોથી સૌરાષ્ટ્ર યુનિ. ની પ્રખ્યાતિ ઉચ્ચસ્તરીય વૈજ્ઞાનિક મારફત અનેક વખત બિરદાવવામાં આવેલ છે. ભૌતિકશાસ્ત્ર ભવનના સંશોધકોની ટીમ મલ્ટીડીવાઇઝ સેન્સરોનો ઉપયોગ બાયોફિઝીકસ એટલે કે વાઇરસ, બેકટેરીયા, ફંગસ, વગેરેના ટેસ્ટીંગમાં પણ થઇ શકે તે માટે દેશની પ્રખ્યાત પેથોલોજી લેબોરેટરી સાથે સંપર્ક કરી આગામી સંશોધનોની વિચારણા કરી રહ્યા છે.
ભૌતિકશાસ્ત્ર ભવનમાં સતત પ્રયોગશાળાને વેગવંતી રાખી વૈશ્ર્વિક કક્ષાએ અનેક સંશોધન પત્રો સફળતાપૂર્વક પ્રકાશીત કરનાર સંશોધકોની ટીમ પ્રો. નિકેશ શાહ, ડો. પિયુષ સોલંકીએ દેશની ખ્યાતનામ સંશોધન સંસ્થાનો ડી.એચ.ટી. આઇ.યુ.એેસ.સી. યુ.જી.સી. ગુજકોસ્ટ, સી.એસ.આર. વગેરેના ૧પ જેટલા પ્રકલ્પોમાં અંદાજીત ૪ કરોડ જેટલી ગ્રાંટ સૌરાષ્ટ્ર યુનિ.ના હોદેોદારોએ અભિનંદન પાઠવેલ છે.