રાજકોટવાસીઓને ભેંસનું શુઘ્ધ દૂધ પહોંચાડવાની મહેચ્છા

પડધરી તાલુકાના  ગોલીટા ગામના કર્મનિષ્ઠ અને મહેનતુ સરપંચ રમેશભાઇ  માખેલા સતત વિચારશીલ અને કંઈક નવું તથા સારુ કરવાની ખેવના ધરાવે છે ત્યારે તેમણે આજના ભેડસેડ વારા ખોરાકથી ઊભી થતી સ્વાસ્થ્ય બાબતમાં ખૂબ જ ચિંતા કરી અને ખાસ કરીને દિવસેને દિવસે દૂધમાં ભેળસેળ વધતી જાય છે ત્યારે ભેળ શેળ મુક્ત દૂધ જો બાળકો યુવાનો અને વૃદ્ધો ને પીવડાવવામાં આવે તો તેમનું સ્વાસ્થ્ય તથા તંદુરસ્તી જળવાઈ રહે તે માટે રમેશભાઈ માખેલા એ  તબેલો બનાવી ભેંસનું ચોખ્ખું દૂધ રાજકોટવાસીઓને પીવડાવવાનું નિર્ણય કર્યો છે. ત્યારે ૩૦ ભેંસો બાંધી તબેલા ની શરૂઆત કરી છે અને દરરોજ રાજકોટવાસીઓને ચોખ્ખું દૂધ  ઘર ઘર સુધી પહોંચાડે છે. રમેશ ભાઈ નું કહેવું છે કે દિવસે ને દિવસે દૂધ માં વધતી જતી ભેળસેળના કારણે અને જમીનમાં થતા પાકના ઉત્પાદન ના ઘટાડા ના કારણે આ તબેલા ની શરૂઆત કરેલ છે જેના કારણે લોકો ને શુદ્ધ અને સાચવી ચોખ્ખુ દૂધ આપી શકે અને જમીનમાં સેન્દ્રીય ખાતર ના બદલે છાણના ખાતર નો ઉપયોગ કરી બમણું ઉત્પાદન મેળવી શકે.

આ તબેલામાં  પશુઓને ૨૪ કલાક ઓનલાઇન પાણી પીવાની સિસ્ટમ બનાવેલી છે.  ગરમીના વાતાવરણમાંપશુઓને યોગ્ય વાતાવરણ મળી શકે તે માટે ફુવારાની આધુનિક સિસ્ટમ તબેલામાં ફીટ કરવામાં આવી છે અને આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે પશુઓને મુશ્કેલી ના પડે તે માટે પશુઓને સતત ઘાસચારો અને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે આ તબેલા ની મુલાકાતે  સૌરાષ્ટ્રના અનેક જિલ્લા રાજકોટ  મોરબી  જામનગર  જુનાગઢ  વગેરે  જિલ્લાના ખેડૂત મિત્રો અવારનવાર તબેલાની મુલાકાત લેતા રહે છે ત્યારે  રાજકોટ જિલ્લામાં નહિ પણ  સૌરાષ્ટ્રમાં પણ  આ તબેલા નું નામ ગુંજી રહ્યું છે એક નાનકડા એવા ગોલીટા ગામના સરપંચ  રમેશભાઈ માખેલા ખેડૂત પુત્ર  તેમને વિચાર આવતા કે શુદ્ધ  દૂધ  માણસો સુધી પહોંચે તેવું ધ્યેય લઈને આજે સાકાર કરવા જઈ રહ્યા છે અને લોકો તંદુરસ્ત અને નીરોગી રહે તે માટે શુદ્ધ દૂધ પહોંચાડી રહ્યા છે અને ખેડૂતપુત્ર રમેશભાઈની એક ખાસ અપીલ છે કે સૌરાષ્ટ્રમાં આ પ્રકારની સુવિધા વાળા અને ટેકનોલોજી વાળા તબેલા નું નિર્માણ થાય અને ઘરે ઘરે શુદ્ધ દૂધ પહોંચે તે તેમનો મેન ઉદ્દેશ્ય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.