કાલે જી.ટી.શેઠ સ્કુલ ખાતે અને શુક્રવારે પંચશીલ સ્કુલ ખાતે કેન્ડલ લાઇટ રિબીન બનાવાશે
છેલ્લા પાંચ વર્ષમાં ઇન્ફેક્શનનો રેશિયો 50 ટકા જેટલો ઘટ્યો છતાં રાજકોટમાં એવરેજ દરરોજ એક કેસ નવો નોંધાય છે: અરૂણ દવે
ધો.9 થી 12ના 1500 છાત્રો જોડાયા
1લી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ ઉજવણીના ભાગરૂપે એઇડ્સ પ્રિવેન્સન ક્લબ દ્વારા વિવિધ આયોજન છેલ્લા 36 વર્ષથી શહેર-જીલ્લામાં વિવિધ જન-જાગૃત્તિ કાર્યક્રમો યોજવામાં આવશે. આ વર્ષે ઇલેક્શનને કારણે આજથી સતત ત્રણ માસ 31મી માર્ચ સુધી વિવિધ 100 જન જાગૃત્તિ કાર્યક્રમ યોજાશે તેમ ચેરમેન અરૂણ દવેએ જણાવ્યું હતું.
જનજાગૃત્તિ કાર્યક્રમના ભાગરૂપે આજે શુભારંભે વિરાણી સ્કુલ ખાતે ધો.9 થી 12ના 1500 વિદ્યાર્થીઓની મદદથી વિશાળ રેડ રિબન નિર્માણ કરાઇ હતી. છાત્રો દ્વારા માનવ સાંકળનાં સ્વરૂપમાં વિશાળ એઇડ્સ જાગૃત્તિ ‘રિબિન’ બનાવીને અનોખો રેકોર્ડ કર્યો હતો.
આવતીકાલે બુધવારે સવારે કેકેવી ચોક ખાતે જી.ટી.શેઠ સ્કુલ ખાતે સવારે 9.30 વાગે વિશાળ રેડરિબન છાત્રો સાથે લાલ કલરના કાપડ સાથે રિબિન નિર્માણ થશે. ગુરૂવારે જીલ્લાશિક્ષણાધિકારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સહયોગથી શહેર જીલ્લાની એક હજારથી વધુ હાઇસ્કૂલોમાં રેડરિબન નિર્માણ કરવામાં આવશે તેમ સેક્રેટરી વિશાલ કમાણીએ જણાવ્યું હતું. શાળા-કોલેજમાં આવા કાર્યક્રમો યોજવા 98250 78000 ઉપર સંપર્ક સાધવા ચેરમેન અરૂણ દવેએ જણાવેલ હતું.
એઇડ્સ પ્રિવેન્સન ક્લબ દ્વારા છેલ્લા સાડા ત્રણ દાયકાથી કેર એન્ડ સપોર્ટ, ટ્રીટમેન્ટ ગાઇડન્સ સાથે ફેમીલી કાઉન્સેલીંગ જેવા રાઉન્ડ ધ ક્લોક કાર્યક્રમ ચાલુ જ હોવાથી રાજકોટ શહેર જીલ્લામાં એઇડ્સ કંટ્રોલની કામગીરી સારી થઇ છે. જેની વૈશ્વિક સ્તરે નોંધ લેવાય છે.
કાર્યક્રમમાં શાળાનાં આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા, ચિરાગ ધામેચા, આઇ.એમ.એ.ના સેક્રેટરી ડો.તૃષાર પટેલ, મહેશભાઇ મહેતા, શાળા પરિવારનાં સી.બી.માસાણી, જી.બી.હિરપરા સહિતના શિક્ષકોએ આયોજનમાં માર્ગદર્શન આપેલ હતું.
એઇડ્સ કંટ્રોલમાં યુવા વર્ગની ભાગીદારીની વિશેષ અગત્યતા: તૃષાર પટેલ સેક્રેટરી આઈએમએ-રાજકોટ
કાર્યક્રમમાં હાજર રહેલ આઇ.એમ.એ.ના સેક્રેટરી ડો.તૃષાર પટેલે ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે એઇડ્સના ઇન્ફેક્શન રેશિયોમાં 50 ટકા ઘટાડો છેલ્લા પાંચ વર્ષમાં જોવા મળ્યો છે. આજે પણ એવરેજ દરરોજનો એક કેસ શહેરમાં આવી રહ્યો છે. યુવા વર્ગની આગેવાની જ એઇડ્સ કંટ્રોલમાં સારા પરિણામો લાવશે.
રાષ્ટ્રીય કામગીરી અમારી શાળા હમેંશા મોખરે રહે છે : આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા
વિરાણી સ્કુલના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે અમારી શાળા હમેંશા રાષ્ટ્રીય કાર્યક્રમોમાં આયોજન કરીને મોખરે રહે છે.
લાઇલાજ એઇડ્સ જનજાગૃત્તિમાં શાળા છેલ્લા બે દાયકાથી જનજાગૃત્તિના આયોજન કરીને ધો.9 થી 12ના છાત્રોમાં ઇંઈંટ/અઈંઉજ બાબતે જાગૃત્તિ લાવવાનું કાર્ય-પ્રોજેક્ટ કરે છે.