૩૦ હજાર માસ્કના ઓર્ડરને પહોંચી વળવા સખત પરિશ્રમ સાથે દેશવાસીઓને મદદરૂપ થયાનો આત્મસંતોષ મેળવતા કેદીઓ

સમગ્ર વિશ્વ કોરોના વાયરસના સંક્રમણને કારણે ભયના ઓથાર હેઠળ છે. વિશ્વના તમામ દેશો હાલ કોરોના વાયરસના સંક્રમણને નાથવા માટે ઝઝુમી રહ્યું છે. ભારતમાં પણ કોરોના વાયરસને મ્હાત આપવા અને તેના સંક્રમણને સજ્જડ રીતે નાબુદ કરવા કેન્દ્ર અને રાજય સરકારો દ્વારા સઘન કામગીરીઓ ચાલી રહી છે.

હાલની આ પ્રવર્તમાન પરિસ્થતિમાં કોરાના વાયરસના સંક્રમણથી બચવા જરૂરી સાધનો પૈકી એક માસ્કનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય તેવા રાજય સરકારના પ્રયાસોને રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓએ સકારાત્મક અને અનુકરણીય પ્રતિસાદ આપ્યો છે.

vlcsnap 2020 03 21 18h07m29s728

રાજકોટ મધ્યસ્થ  જેલમાં કેદીઓને તાલીમબધ્ધ કરી ઉદ્યમી બનાવી રોજગારી પુરી પાડવામાં આવે છે. મધ્યસ્થ જેલમાંના ઉદ્યોગ હેઠળના દરજી વિભાગ દ્વારા હાલની કોરાના સંક્રમણથી સુરક્ષા અંગેની પરિસ્થિતીને ધ્યાને લઇને માસ્ક ઉત્પાદન શરૂ કરાયું છે. જેલમાંના દરજી વિભાગમાં પાકા કામના ૧૭ જેટલા પુરૂષ અને દસથી વધુ મહિલા કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવતા આ માસ્ક ૧૦૦ ટકા કોટનમાંથી તૈયાર કરવામાં આવે છે.

1.monday 2 1

એટલું જ નહીં રૂા. ૮ની પડતર કિંમતે તૈયાર થતા આ માસ્કનું વેંચાણ નહીં નફો નહીં નુકશાન ના ધોરણે કરવામાં આવે છે. આમ કોરોના વાયરસ સામે લડાઇમાં રાજકોટ જેલના બંદીવાનો દેશની સુખાકારીના સંત્રીઓ બની રહયા છે.

બંદીવાનો કુશળતાપૂર્વક બનાવી રહ્યા છે માસ્ક :  રાકેશ દેસાઈ

vlcsnap 2020 03 21 18h07m00s002

રાજકોટ મધ્યસ્થ જેલના નાયબ જેલ અધિક્ષક રાકેશ દેસાઈએ હાલ કેદીઓ દ્વારા માસ્ક તૈયાર કરવાની કામગીરી અંગે જણાવ્યું હતું કે, જેલમાં કુશળતા અનુસાર કેદીઓ વિવિધ કામગીરી કરતા હોઈ છે. કેદીઓને જરૂરી તાલીમ પણ આપવામાં આવે છે અને તેઓ કામની સાથે યોગ્ય વળતર પણ મેળવી રહ્યા છે. મધ્યસ્થ જેલમાં દરજી વિભાગમાં ૩૦ થી વધુ પુરૂષ તથા મહિલા બંદીવાન સામાન્યત: ઓર્ડર મુજબ સીવણકામ દ્વારા કપડાં તૈયાર કરવામાં આવે છે પરંતુ કોરોના વાયરસના સંક્ર્મણ સામે હાલની પરિસ્થિતિને અનુલક્ષીને કેદીઓ પાસે માસ્કનું માસ પ્રોડક્શન છેલ્લા એક સપ્તાહથી શરૂ કરવવામાં આવ્યું છે.

જોશ અને જુસ્સા સાથે કેદીઓ જોડાયા માસ્ક ઉત્પાદનમાં : સુધીર ગોપલાણી

vlcsnap 2020 03 21 18h06m09s449

મધ્યસ્થ જેલના સિનિયર કલાર્ક શ્રી સુધીર ગોપલાણીએ આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે કેદીઓને પ્રત્યેક માસ્ક માટે રૂા. ૨ વેતન રૂપે આપવામાં આવે છે. રાજકોટ મધ્યસ્થ જેલ હેઠળ આવતી સૌરાષ્ટ્ર કચ્છની તમામ જેલો ઉપરાંત એસ.આર.પી.ગ્રૃપ-૧૩ ઘંટેશ્વર, એસ.આર.પી.ગ્રૃપ-૨૧ બેડી જામનગર, એસ.આર.પી.ગ્રૃપ-૮ ગોંડલ સહિત ડિસ્ટ્રીકટ કોર્ટ રાજકોટ, મ્યુનીસીપલ કોર્પોરેશન રાજકોટ, તાલુકા પંચાયત આરોગ્ય શાખા પોરબંદર જેવી વિવિધ સંસ્થાઓ માંથી માસ્ક બનાવવાના ઓર્ડરો મળ્યા છે. કુલ ૩૦,૦૦૦ થી વધુ માસ્ક બનાવવાના મળેલ ઓર્ડર પૈકિ ૬૦૦૦ થી વધુ માસ્ક તૈયાર કરી સપ્લાય કરી આપેલ છે. છેલ્લા સપ્તાહથી પુરા જોમ અને જુસ્સા સાથે માસ્ક ઉત્પાદનમાં જોડાયેલા કેદીઓ જરૂરીયાત મુજબ ઓવરટાઇમ કરીને પણ ઓર્ડર મુજબના માસ્ક બનાવવા કૃતનિશ્ચયી છે.

કોરોના સામે જંગ લડવા બંદીવાનો પણ તૈયાર : એન. બી. પરમાર

vlcsnap 2020 03 21 18h07m52s734

આ તકે રાજકોટ મધ્યસ્થ જેલ ઉદ્યોગ વિભાગના મેનેજર એન.બી. પરમારે જણાવ્યું હતું કે સામાન્યત: બંદીવાનો દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરી સમય પસાર કરવામાં આવે છે. ઉદ્યોગ વિભાગ હેઠળ દરજી કામ પણ કરાવામાં આવે છે ત્યારે દરજી વિભાગમાં કાર્યરત બંદીવાનો દ્વારા કર્મચારીઓ – બંદીઓ ના કપડાં સિવવામાં આવે છે તેમજ કોઈ ઓર્ડર હોય તો તે પણ તૈયાર કરવામાં આવે છે પરંતુ હાલ કોરોના વાયરસ સામેની જંગ ભારત ની તમામ જનતાએ લડવાની છે ત્યારે બંદીવાનો દ્વારા ત્વરિત ધોરણે પુરપાટ ઝડપે માસ્ક બનાવી લોકો સુધી પહોંચાડવાની પ્રસંશનીય કામગીરી કરાઈ રહી છે.

હાલ બંદીવાનો દરરોજ ૧ હજાર થી વધુ માસ્કનું ઉત્પાદન કરી રહ્યા છે અને જરૂરિયાત જણાય તો સ્વૈચ્છીક રીતે ઓવરટાઈમ પણ કરાઈ રહ્યો છે.

દેશવાસીઓ પર આવી પડેલી મહામારીની મુસીબતમાં મદદરૂપ થયાનો સંતોષ મળી રહયો છે : બંદીવાન

vlcsnap 2020 03 21 18h06m27s145

માસ્કના પ્રોડક્શન સાથે સંકળાયેલા બંદીવાન કમલેશગીરી ગોસ્વામી જણાવે છે કે પુરુષના દરજી વિભાગમાં હાલ ૧૭ જેટલા કેદીઓ દરજી કામ કરે છે.

તેઓ ગૌરવભેર વધુમાં જણાવે છે કે કોરોના વાયરસના સંક્રમણથી રક્ષા માટે માસ્કના ઉત્પાદન થકી કેદીઓને રોજગારી સાથે દેશવાસીઓ પર આવી પડેલી મહામારીની મુસીબતમાં મદદરૂપ થયાનો સંતોષ મળી રહયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.