કોરોના મહામારીથી દેશને બચાવવા લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું અને તે દરમિયાન તમામ પ્રકારની પ્રવૃતિઓ બંધ કરવાની સુચના આપવામાં આવી હતી. જેના ભાગપેએનસીસી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ તમામ પ્રકારની એક્ટિવીટી બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ દેશની વિકટ પરિસ્થિતિ તેમજ માસ્કની અછતને ધ્યાને લઈને
૨-ગુજરાત એનસીસી બટાલીયનની બોયઝ તેમજ ગર્લ્સ વિંગ દ્વારા આશરે ૨૦૦૦ માસ્કનું ઉત્પાદન કરી વિતરણ હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રવૃતિ આશરે ૨૦ દિવસ અગાઉથી શકરવામાંઆવીહતી. જેમાં બટાલીયનના કેડેટ્સ દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. હજુ પણ સતત માસ્કનું ઉત્પાદન શરૂ રાખવામાં આવ્યું છે. તેમજ સમયાંતરે વિતરણ પણ કરાઈ રહ્યું છે.
માસ્કનું ઉત્પાદન કરી વિવિધ સંસ્થાઓ તેમજ કોરોના વોરિયર્સને વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે આજે ડિઝાસ્ટર મેનેજેમન્ટ શાખા તેમજ મનપાના વિવિધ વિભાગને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ પ્રવૃતિ હાલ એનસીસી હેડ કવાર્ટર ડી.એચ .કોલેજ ખાતે કમાન્ડીંગ ઓફિસર કર્નલ તુષાર જોષીના માર્ગદર્શનમાં કરાય રહ્યું છે. આજરોજ આ પ્રવૃતિમાં ડિઝાસ્ટરના પ્રિયાંકસિંઘ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં હતા.
આ તકે ૨-ગુજરાત એનસીસી બટાલીયનના કમાન્ડીંગ ઓફિસર કર્નલ તુષાર જોષીએ જણાવ્યું હતું કે, મહામારી સમયે એનસીસી વિભાગે પણ ખુબ પ્રશંસનીય કામગીરી કરી છે. તેમજ સતત પોલીસ તંત્ર તેમજ વહીવટી તંત્રને મદદપબન્યાછે. આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે જે પ્રવૃતિ ઓએનસીસીના કેડેટ્સ દ્વારા કરવામાં આવે છે તે બંધ રાખવામાં આવી હતી પરંતુ કોરોનાથી બચવા જે માસ્કની જરૂરીયાત હોય તેને અછત સામે આવતા એનસીસીકેડેટ્સ દ્વારા માસ્ક ઉત્પાદનનો પડકાર ઝીલી ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તબક્કામાં ૨૦૦૦ માસ્કનું ઉત્પાદન કરી વિતરણ કરવામાં આવ્યું છે. આગળ પણ આ પ્રકારે ઉત્પાદન શરૂ રાખી સતત તંત્રને મદદરૂપ થતાં રહેશું.