2008 થી ઉજવાતા આ દિવસે લોકોમાં તેના લક્ષણો, નિવારણ અને સારવાર વિશે જાગૃતિ લાવવાનો હેતું છે: વિશ્ર્વમાં આજે ર00 મિલિયનથી વધુ તેના દર્દીઓ જોવા મળે છે: આ રોગની વિકૃત્તિઓ વિશે જાગૃતિ લાવવા માટેનો સમર્પિત દિવસ છે
થાઇરોઇડ એ હોર્મોન્સ ઉત્પન્ન કરનારી ગ્રંથી જે શરીરને સરળતાથી વિના વિઘ્ને ચાલતું રાખે છે. વિશ્ર્વમાં આજે ર00 મિલિયનથી વધુ તેના દર્દીઓ છે, જો કે હજી કેટલાક નિદાન વગરના દર્દીઓ પણ આ સંદર્ભે મુશ્કેલી ભોગવી રહ્યા હશે. આજના દિવસે લોકોમાં તેના લક્ષણો, નિવારણ અને સારવાર વિશે લોકોમાં જનજાગૃતિ આવે તેવો મુખ્ય હેતું છે. આરોગની વિકૃત્તિઓ વિશે સમાજમાં જાગૃતિ લાવવાની તાતી જરુરીયાત છે.
વિશ્ર્વમાં તા. રર થી ર8 મે દરમ્યાન થાઇરોઇડ જાગૃતિ માટે એક સપ્તાહ મુવમેન્ટ ચલાવવામાં આવે છે. થાઇરોઇડ અને સંચાર જેવી થીમ સાથે લોકો થાઇરોઇડ ડિસઓર્ડરના સામાન્ય લક્ષણો સમજે તે ખુલ જ જરુરી છે. તેના પ્રારંભિક ચિન્હો આપણને સામાન્ય ખતરા તરીકે દેખાતા નથી, તેથી જો દરકાર ન લેવાય તો વધુ જટિલતા તરફ દોરી જાય છે.
ગરદનમાં પતંગિયા આકારની ગ્રંથી, થાઇરોઇડ ગ્રંથિ, શરીરમાં સૌથી મોટી અંત: સ્ત્રાવી ગ્રંથી છે, જે હોર્મોન્સ ઉત્પન કરે છે, જે શરીરના મહત્વના કાર્યોને પ્રભાવિત કરે છે અને ચયાપચય ક્રિયાને નિયંત્રિત કરે છે. થાઇરોઇડ ડિસ ઓર્ડબના સામાન્ય પ્રકારોમાં હાઇપોથઇરોડિઝમ અને થાઇરોઇડ કેન્સરનો સમાવેશ થાય છે. ઘણીવાર આયોડીનની ઉણપને કારણે પણ આ સમસ્યા જોવા મળે છે. હોર્મોેન્સ બનાવવામાં ઘટાડો, વધારો કે તેની બળતરા થવા જેવી મુશ્કેલી પડે છે.
થાઇરોઇડ રોગ એક વિકારોનું જાુથ છે જે ગ્રંથિને અસર કરે છે આ ગ્રંથી ટ્રાઇઓ ડોથાયરોનિન (ટી.-3) અને થાઇરોકિસ (ટી-4) ઉપન્ન કરે છે. જે શરીરની પાચન ક્રિયાને નિયંત્રિત કરે છે. જો આ ગ્રંથી વધુ કે ઓછું ઉત્પાદન કરે તો તે ઊંઘ, પાચન, બ્લડ પ્રેશર સાથે શરીરમાં ઘણી મુશ્કેલી ઉભી કરે છે. આજે વિશ્ર્વભરમાંથી બિમારી ખુબ જ ઝડપથી વધી રહી છે.
ભારતમાં 4ર મિલિયનથી વધુ લોકો આ બીમારીથી પીડિત !!
થાઇરોઇડ એક મહામારી છે જેના પીડિત લોકોની આપણા દેશમાં 4ર મિલિયન લોકોની છે. જેમ જેમ બિમારી વધી રહી છે તેમ તેમ તેના વિશે ગેરસમજણ પણ સમાજમાં વધુ પ્રસરી રહી છે. આ ગ્રંથિ શરીરનું જરુરી અંગ છે. જે અયાપચય, વૃઘ્ધી, અને વિકાસને નિયંત્રિત કરે છે. આ ગ્રંથિ બે પ્રકારના હોર્મોન ઉત્પન કરે છે. જેમાં ટ્રાઇઆપોડો થાયરોનિન અને થાપરોકિલનો સમાવેશ થાય છે. આ બિમારીના લક્ષણ સૂક્ષ્મ હોવાથી મોટાભાગના લોકો તેને સામાન્ય લક્ષણ સમજીને તેની અવગણના કરે છે. હોર્મોન લેવલનું ઘ્યાન રાખવા માટે થાઇરોઇડ પેનલ ટેસ્ટ કરાવવો શ્રેષ્ઠ વિકલ્પ છે.