દિવાળીના તહેવારને માત્ર ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે આ તહેવાર પૂર્વે જ મોરબીમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તેમ રક્ત રણજીત બન્યું છે જેમાં વેજીટેબલ માર્કેટમાં આવેલ લાભનગર સોસાયટીમાં રહેતા પ્રોઢ પર દ્વારા છરી વડે હુમલો કરાતા તેમને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે મોરબી બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોડી રાત્રે મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે. બનાવની જાણ થતા જ પોલીસ હોસ્પિટલે દોડી આવ્યો હતો. અને પ્રોઢના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પ્રોઢના ઘર પાસે રહેતા પાડોશીઓ વચ્ચે ફટાકડા ફોડવાના પ્રશ્નને ચાલતા ઝઘડામાં દરમિયાનગીરી કરવા જતા તેમનું ટીમ ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. જ્યારે પોલીસ દ્વારા હાલ વિધર્મી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે.

પાડોશી પરિવાર વચ્ચે ચાલતા ઝગડામાં દરમિયાનગીરી કરવા જતાં નિર્દોષએ જીવ ગુમાવ્યા દિવાળી પર્વની હસી ખુશી શોકમાં પરિણમી

મળતી માહિતી મુજબ મોરબીમાં વેજીટેબલ માર્કેટમાં આવેલ લાભનગર સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવિંગનું કામકાજ કરતા રાજેશદાન અમરદાર નાધુ (ઉ.વ.૪૮) ગઈકાલે પોતાના ઘર પાસે હતા તે સમયે તેમના પાડોશમાં રહેતા લાખાભાઈ જામક વલ્લી નામના વિધરની સક્ષને ફટાકડા ફોડવા મુદ્દે માથાકૂટ કરી રહ્યા હતા તે સમયે રાજેશદાનભાઈ ત્યાં તેમના વચ્ચે સમાધાન કરાવવા માટે જતાં આરોપી વલી દ્વારા રાજેશદાનભાઈ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેઓને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે પ્રથમ મોરબી ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેનું ટૂંકી સારવાર દરમિયાન રાજકોટમાં મૂડી રાત્રે મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે.

જ્યારે આ બનાવની જાણ મોરબી પોલીસમાં થતા તેઓ તાત્કાલિક રાજકોટ હોસ્પિટલે દોડી આવ્યા હતા અને મૃતક રાજેશદાનભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક ડ્રાઇવિંગ નું કામકાજ કરતા હતા અને તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. જ્યારે પરિવાર દ્વારા વધુ જણાવવામાં આવ્યું હતું કે આરોપી વલી દારૂનો નસો કરીને ફટાકડા ફોડી રહ્યો હતો ત્યારે લાખાભાઈ ચામુંડા પત્નીની તબિયત ખરાબ હોવાથી તેને આરોપી વલ્લીને ફટાકડા ફોડવાની ના પાડતા બંને વચ્ચે માથાકૂટ થઈ હતી જે મામલે રાજેશદાનભાઈ દ્વારા સમાધાન કરાવવા માટે વચ્ચે પડતા વલીએ છરીના ઘા ઝીંકી રાજેશદાનભાઈને મોતને ઘાટ ઉતાર્યા છે. જ્યારે પારકા ઝઘડામાં દરમિયાનગીરી કરવા જતા નિર્દોષ રાજેશદાનભાઈએ જીવ ગુમાવતા દિવાળી પર્વની હસી ખુશી શોકમાં ફેરવાઈ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.