15 સ્થળોએ ફ્રી પાર્કિંગ અને 10 સ્થળોએ નો એન્ટ્રી-નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા: કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે લોકમેળામાં ખાસ ક્ધટ્રોલરૂમ બનાવાયો
લોકમેળા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંદોબસ્તમાં પોલીસ સ્ટાફ ઉપરાંત એસઆરપી અને હોમગાર્ડ જવાનો મદદમાં તહેનાત રહેશે. ખિસ્સા કાતરુઓ પર બાજનજર રાખવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખાનગી કપડામાં પેટ્રોલિંગ કરશે. આ ઉપરાંત જુદા જુદા વોચ ટાવર પરથી પોલીસ દુરબીનની મદદથી બાજનજર રાખશે. ગુમ થયેલા બાળકો તેના વાલી વારસોને મળી રહે તેવી વ્યવસ્થા અને ખાસ પોલીસ કંટ્રોલ રૂમ લોકમેળામાં ઊભો કરાયો છે.
લોકમેળાના ક્ધટ્રોલરૂમમાં એસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓ ફરજ બજાવશે.રાજકોટમાં બે વર્ષ બાદ લોકમેળો યોજાવા જઇ રહ્યો છે ત્યારે આવતી કાલથી શરૂ થઈ રહેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું નામ “આઝાદી કા અમૃત મહોત્સવ લોકમેળો” આપવામાં આવ્યુ છે. જેના અનુસંધાને લોકમેળામાં આવતા લોકોની સુવિધા માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં લોકમેળાની આજુબાજુ 15 સ્થળો પર પાર્કિગની સુવિધા આપવામાં આવી છે.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અંતર્ગત લોકમેળાની આજુબાજુ અનેક સ્થળોએ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા મહાનગરમાં યોજાનારા આ લોકમેળા અંદાજે 12થી 15 લાખ લોકો મુલાકાત લેતા હોય છે. જેના માટે પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે રેસકોર્ષ રીંગરોડ જીલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક, પોલીસ હેડ કવાર્ટર સર્કલ, જુની એન.સી.સી. ચોક, કિશાનપરા ચોક, ચાણક્ય બીલ્ડીંગ ચોક થી ફુલછાબ ચોક, જીલ્લા પંચાયત ચોકને ’નો-પાર્કિંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે. રેસકોર્ષ રીગરોડ ફરતે લારી, ગલ્લા, પાથરણા, રેકડી રાખવાની મનાઇ જાહેર કરવામાં આવે છે.
મેળો પૂર્ણ થાય ત્યાં સુધી રેસકોર્ષ રીંગરોડ ફરતે તમામ પ્રકારનાં વાહનોની સ્પીડ 10 કી.મી. થી વધુ ઝડપથી ચલાવવાનું રહેશે નહી. જો કે પોલીસ હેડ ક્વાર્ટર સર્કલથી રૂડા બીલ્ડીંગ, કિશાનપરા ચોક, જીલ્લા પંચાયત ચોક અને ફુલછાબ ચોક તરફ જઇ શકાશે. તેમજ વાહન વ્યવહાર માટે અમુક રસ્તાઓ બંધ કર્યા છે. આ જાહેરનામુ 21 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે.
આટલા રસ્તાઓ પર વાહનોને નો એન્ટ્રી
* બહુમાળી ભવન સર્કલથી પોલીસ હેડ કવાર્ટર સર્કલ
* પોલીસ હેડ કવાર્ટરથી જુની એન.સી.સી. ચોક, આમ્રપાલી અંડરબ્રીજથી રેસકોર્ષ રીંગરોડ
* ચાણક્ય બીલ્ડીંગ ચોકથી બહુમાળી ભવન ચોક
* બહુમાળી ભવન ચોકથી જીલ્લા પંચાયત ચોક
* ટ્રાફિક શાખાથી પોલીસ હેડ કવાટર્સ સર્કલ
* જુની એન.સી.સી. ચોકથી કિશાનપરા ચોક
* ટ્રાફિક શાખાથી પોલીસ હેડ કવાર્ટર સર્કલ સુધી
* બહુમાળી ભવન સર્કલથી પોલીસ હેડ કવાર્ટર સર્કલ
* આઇબીની ઓફિસથી પો,અધિ. રાજકોટ ગ્રામ્યના બંગલા સુધી
*વિશ્વા ચોકથી જુની એન.સી.સી. ચોક સુધી
આટલા સ્થળો પર વાહન ફ્રી પાર્કિંગ થશે
* નહેરુ ઉદ્યાન, બહુમાળી ભવન સામે
* એરપોર્ટ ફાટકથી આમ્રપલી ફાટક પાસે રેલવે પાટા સામે
* બાલભવનના મેઇન ગેઇટથી આર્ટ ગેલેરી સુધી
* રીક્ષા માટે ચાણક્ય ચોકથી શ્રોફ રોડ પર બંને બાજુ, કિશાનપરા ચોક, એજી ઓફિસ દીવાલ પાસે
* મોટર સાયકલ માટે કિશાનપરા ચોક સાયકલ શેરિંગ વાળી જગ્યા પર
* આકાશવાણી રોડ ગેલકસી બિલ્ડિંગથી સર્કિટ હાઉસ તરફ
* રેસકોર્ષ રિંગરોડ આયકર ભવન પાછળ ખુલ્લા પ્લોટમાં
* એસબીઆઈ બેંક સામે શારદાબાગ પાસેનું ગ્રાઉન્ડ
* ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ
* સર્કિટ હાઉસ સામે મેમણ બોડિંગ ગ્રાઉન્ડ