શોભાયાત્રા દ્વારા સામાજીક – રાજકીય અને શૈક્ષણિક જાગૃતિ તથા વ્યસનમૂકિતના સંદેશો સમાજમાં ફેલાવવાનો પ્રયાસ
જય વેલનાથ જય માંધાતા સમીતી રાજકોટ દ્વારા સમસ્ત કોળી સમાજ દ્વારા ભવ્ય રથયાત્રા અષાઢી બીજના દિવસે સંતશ્રી વેલનાથ બાપુના જન્મદિન નિમિતે આયોજન કરેલ છે. જેનો મુખ્ય હેતુ વ્યસન મુકિત સંદેશ અને સામાજીક, રાજકીય શૈક્ષણિક જાગૃતિ અભિયાન માટે છે. જે શોભાયાત્રા મોરબી રોડથી પ્રસ્થાન થઇ હતી.
અબતક સાથેની વાતચીત દરમિયાન રથયાત્રા આયોજક દેવાંગભાઇ કુંકાવાવએ જણાવ્યું હતું કે આજે અષાઢી બીજ નિમિતે કોળી સમાજના યુવાનો જાગૃત થઇ રથયાત્રા વાહનો અને બાઇકો દ્વારા કરીએ છીએ સમગ્ર ગુજરાતમાં સંતશ્રી વેલનાથઅને માંધાતા રાજાની યાદમાં રથયાત્રાનું આયોજન યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે
.તમામ મહાનુભાવો સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા, તાલુકા પંચાયતના પ્રમુખ ધોધુભા જાડેજા મુલાકાત લીધી હતી. કુમ કુમના તિલકથી બાળાઓ દ્વારા પ્રારંભ થશે. રથયાત્રાનો મુખ્ય હેતુ કોળી અને ઠાકોર સમાજ વધુ છે તો ભવિષ્યમાં સૌરાષ્ટ્રની અંદર બેટી બચાવો, પર્યાવરણ જાળવણી, શિક્ષણ અને રાજકીય રીતે જાગૃતિ આવે એ મુખ્ય હેતુ છે. પ્રથમવાર સંત શ્રી વેલનાથ બાપુના જન્મદિન અષાઢી બીજ નિમિતે રથયાત્રા કરીએ છે. આ શોભાયાત્રા કુલ ૧૩ કી.મી. ના એરિયામાં પ્રસ્થાન કરશે. મોરબી રોડ, કુવાડવા રોડ, રામનાથ પરા, ચુનારાવાડ ચોકમાં યાત્રા કરવાના છીએ.