ગુજરાત બોર્ડની પરીક્ષાઓના સીસીટીવી કેમેરા અને પરીક્ષા હોલમાંના ટેબ્લેટના ફૂટેજની તપાસમાં આશરે 1800 વિદ્યાર્થીઓની તપાસણી કરી છે. આ વિદ્યાર્થીઓ કેમેરા પર કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાતચીત કે અન્ય હલચલ કરતા કેદ થયા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પરીક્ષા પૂરી થયા બાદ તરત જ તેઓએ તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ (ડીઇઓ )ને ફૂટેજની તપાસ કરવા અને જેતે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં છેતરપિંડી કરનારની યાદી બહાર પાડવાની સૂચના આપી હતી.
ફૂટેજ સ્કેનિંગના પ્રથમ રાઉન્ડમાં 1800 વિદ્યાર્થીઓ છે જે શકના દાયરામાં અને વાતચિત કરતા પકડાયા છે જો કે 2017 ની પરીક્ષામાં 2500 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા શકમંદ પકડાયા હતા. બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે દસ જિલ્લાઓએ ગેરરીતિ કરવાના શંકાસ્પદ વિદ્યાર્થીઓની યાદી હજુ સુધી આપી નથી.
બોર્ડના અધિકારીઓએ બોર્ડના વિવિધ ટુકડીઓ અથવા તપાસકર્તાઓ દ્વારા 236 વિદ્યાર્થીઓ વીરુધ્ધ પરીક્ષામાં છેતરપિંડી અને ચોરી કરી હોવાની કાર્યવાહી કરવામાં આવી છે.
બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે 236,માંથી 29 વિધાર્થી વર્ગ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેતી વખતે, વર્ગ 12 સામાન્ય પ્રવાહમાં 102 અને બાકીના વર્ગ 10ની પરીક્ષા દઇ રહ્યા હતા. મંગળવારે અને બુધવારના રોજ ગાંધીનગર ખાતેના બોર્ડ ઑફિસમાં સુનાવણી માટે આ 236 વિદ્યાર્થીઓના નામ આપવામાં આવ્યા છે.
GSHSEBએ હવે નિર્ણય કર્યો છે કે બોર્ડના અધિકારીઓ દ્વારા તમામ ફૂટેજની ચકાસણી કરવામાં આવશે અને તેઓ સુનાવણી માટે આ વિદ્યાર્થીઓને બોલાવશે.
બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે નવા નિયમો મુજબ દંડનો કરાશે GSHSEBએ ગેરરીતિ માટે ટેકનોલોજીના ઉપયોગ માટે સખત દંડ રજૂ કર્યો હતો.
બોર્ડે જણાવ્યું હતું કે “ જો કોઈ વિદ્યાર્થી મદદ માટે પૂછે છે, મૌખિક રીતે અથવા સંકેતોનો ઉપયોગ કરે છે અથવા તે ક્રિયાનો સામનો કરશે, તો તેમનાથી નિયમોનો ઉલ્લંઘન થયો કહેવાશે અને જે તે વિષયના પરિણામ રદ કરવા સહિતની કાર્યવાહી કરાશે.”
બોર્ડે ઉલ્લેખ કર્યો છે કે વિદ્યાર્થીઓ ચિટ્ટી થી નકલ કરીને પકડાયા છે તેમના આખા પરિણામ રદ્દ કરાશે. આવા વિદ્યાર્થીઓને આગામી વર્ષે પણ પરીક્ષા લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જો વિદ્યાર્થીએ ચિટ્ટીથી નકલ ન કરી હોય તો, ફક્ત સંબંધિત વિષયના પરિણામ રદ કરવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com