ગાઈડ ડો. રાકેશ જોષી અને અર્થશાસ્ત્ર ભવનના વડા મારવાણીયા સામે તાત્કાલીક પગલા લેવા યુથ કોંગ્રેસની માંગ
કડક પગલા ભરવામાં નહીં આવે તો યુથ કોંગ્રેસ અને એસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આબરૂને સૌથી વધુ હાની પહોચાડનારા પ્રકરણો એક પછી એક બહાર આવી રહ્યા છે. એ ગ્રેડ યુનિવર્સિટીના ડી ગ્રેડ કક્ષાના અધ્યાપકો સમગ્ર શિક્ષણ જગતને શર્મસાર કરી રહ્યા છે. રાકેશ જોષીની ચેમ્બરમાં વિદ્યાર્થીનીની છેડતી થાય આ બાબતને અત્યંત ગંભીરતાથી લેવા એન.એસ.આઈ.એમએ કરી છે. હાલમાં સિન્ડીકેટે નિર્ણય કર્યો હતો કે ભવનના અધ્યપાકની ચેમ્બરમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવે આમ છતાં રજીસ્ટ્રાર તરીકે સીસીટીવી કેમેરા લગાવવામાં રજીસ્ટ્રાર નિષ્ફળ રહ્યા છે. આજરોજ રાજકોટ યુથ કોંગ્રેસ દ્વારા અર્થશાસ્ત્ર ભવનના અધ્યાપક અને ગાઈડ પ્રો. રાકેશ જોષી પર શાહી ઉડાડી ભવનમાંથી હકાલ પટ્ટી કરાઈ હતી.
અર્થ શાસ્ત્ર ભવનના અધ્યક્ષ મારવાણીયાને વિદ્યાર્થીનીએ ફરિયાદ કરી કે તરત જ યુજીસીનીગાઈડ લાઈન મુજબ યુનિવર્સિટીની વીમેન્સ હેરેસમેન્ટ સેલ સમક્ષ આ પ્રકરણ મુકવું જોઈતું હતુ જો આવું કર્યું હોત તો વીમેન્સ હેરેસમેન્ટ સેલ દ્વારા તરત જ કાર્યવાહી થઈ હોત અને આવી ગીધડ ગાઈડોને સજા આપી શકયા હોત. પરંતુ ભવનના અધ્યક્ષ તરીકે મારવાણીયા પોતાની કામગીરીમાં નિષ્ફળ રહ્યા, દીકરીને ન્યાય આપવાને બદલે પોતાના સાથી અધ્યાપકને બચવા માટેનો ટાઈમ આપવામાં આવ્યો. પોતાની પાસે રહેલી આ પ્રકારની જે કોઈ બાબતો હતી તે તમામ બાબતો ઈ મેઈલ દ્વારા તેમને મળી હોય ત્યારે કુલપતિ અને કુલસચિવને મારવાણીયાએ જાણ કરવી જોઈતી હતી.
પીએચડી. પ્રવેશ સમિતિના ચેરમેન તરીકે તેમણે જ આપેલા એડમીશનવાળી દીકરીઓનું શોષણ થાય અને તેમાં મારવાણીયા આંખ મીચમણા કરે અને રાકેશ જોષીને છૂટી જવાનો માર્ગ મોકળો કરી આપે તો પરોક્ષ રીતે મારવાણીયા પણ ગુનેગાર હોય અર્થશાસ્ત્ર ભવનના લપંટ ગાઈડ રાકેશ જોષી અને વિદ્યાર્થીની સાથે સમાધાન કરવા માટે મોકળુ મેદાન પૂરૂ પાડનાર મારવાણીયાને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી યુથ કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે.
રાજેશ જોષી અગાઉ પણ ડુપ્લીકેટ આઈ કાર્ડ કઢાવીને મફતમાં મુસાફરી કરતા પકડાયેલા હતા જે બાબત તેમનું ક્રિમીનલ માઈન્ડ છે. તેવું સૂચવે છે. આમ મુખ્યમંત્રીના વિસ્તારમાં અને મુખ્યમંત્રી પોતે જે યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે. મુખ્યમંત્રીના કુટુંબીજનો જે યુનિ.નાં સર્વોસત્તા મંડળમાં છે તે યુનિ.ની પ્રતિષ્ઠાને નુકશાન કરનાર આવા અધ્યાપકોને ચલાવી લેવાય નહી. કડક પગલા ભરવામાં નહિ આવે તો યુથ કોંગ્રેસા એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અપાઈ છે.
આ કાર્યક્રમમાં કિરીટ ડોડીયા, અભિ તલાટીયા, રાજદીપસિંહજી ચુડાસમા, હર્ષ આસર, હર્ષિત ચૌહાણ, દેવાંગ પરમાર, અરૂણ બ્લોચ, માનવ સોલંકી, ઝાલા જયરાજ, દશીર્ત જાદવ સહિતના જોડાયા હતા.