ગુજરાત વિધાનસભા બજેટ સત્રના પ્રથમ દિવસે કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટેની કાર્યવાહી ચાલી રહી હતી. સીએમ રૂપાણીએ શહીદોનો શ્રદ્ધાંજલિ પ્રસ્તાવ રજૂ કર્યો તે દરમ્યાન ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ શહીદોને શ્રદ્ધાંજલિને બદલે રાજકીય આક્ષેપો અને અવલોકનો કરતા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ટકોર કરવી પડી હતી.
પ્રસ્તાવની ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પોતાના અંગત મંતવ્ય ના નામે કોંગ્રેસ સામે રાજકીય આક્ષેપબાજી કરતા જણાવ્યું હતું કે કાશ્મીરનો પ્રશ્ન જો તે સમયે સરદાર પર છોડી દીધો હોત તો આજની ઘટનાઓ ન બની હોત. કમનસીબે જુદી રીતે કાશ્મીર ને એક કર્યું,પરંતુ સમય પ્રમાણે એક ન કરી શક્યા જે કાંટો ભારત દેશના નાગરિકને આજે પણ ખુચી રહ્યો છે. તે સમયના કોંગ્રેસના શાસકોએ સરદાર પટેલને કાશ્મીરનો મુદ્દો સોંપવાની જરૂર હતી.