અબતક, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલના કુલપતિ-ઉપકુલપતિની ત્રણ વર્ષની ટર્મ 7મી ફ્રેબુઆરીએ પૂર્ણ થઈ રહી છે ત્યારે વર્ષોથી ખોરંભે ચડેલી ભરતી પ્રક્રિયા અટકેલીને અટકેલી હોય હવે રહી રહીને સત્તાધિશો જાગ્યા હોય તેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી રજીસ્ટાર, પરીક્ષા નિયામક અને 15 પ્રોફેસરોની ભરતી માટેની પ્રકિયા શરૂ કરવામાં આવી છે. કાયમી રજીસ્ટાર, પરીક્ષા નિયામક અને 15 પ્રોફેસરોની ભરતી માટેની પ્રકિયા શરૂ કરવામાં આવી છે. યુનિવર્સિટીના સતાધીશોએ રાજ્ય સરકાર સમક્ષ ભરતી માટેના પ્રતિનિધી માંગ્યા છે.
યુનિવર્સિટીના સતાધીશોએ રાજ્ય સરકાર સમક્ષ ભરતી માટેના પ્રતિનિધી માંગ્યા: છેલ્લા ઘણા સમયથી ભરતી પ્રક્રિયા ખોરંભે ચડેલી હતી
ઉલ્લેખનીય છે કે, ગત 4-11-2019ના 51 કાયમી અધ્યાપકો માટેની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં 13 પ્રોફેસર, 20 એસોસિએટ પ્રોફેસર અને 17 આસિસ્ટન્ટ પ્રોફેસર અને ડૉ.બાબાસાહેબ આંબેડકર ચેરમાં એક રીસર્ચ ઓફિસરની ભરતી માટેની જાહેરાત બહાર પડાઇ હતી. જે બાદ આંબેડકર ચેરમાં એક પ્રોફેસર અને અર્થશાસ્ત્રમાં એક પ્રોફેસરની ભરતી માટે જાહેરાત આવી હતી. જે બાદ ભરતીની જાહેરાતમાં અનામત ન જળવાઈ હોવાનો વિવાદ થયો હતો તો મનોવિજ્ઞાનમાં પ્રોફેસરની સીટ પર મહિલા અનામત રખાતા હાલના એસોસીએટ પ્રોફેસર અને હેડ. ડો.યોગેશ જોગસન તેમજ કેમેસ્ટ્રીમાં આસીસ્ટન્ટ પ્રોફેસરમાં એસ.ટીની મહિલા અનામત સીટ રખાતા કપિલ ગરચર નામના ઉમેદવાર હાઇકોર્ટમાં ગયા હતા. તો બે સીટ પર સ્ટે આવતા ભરતી અટકી ગઈ હતી.
આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી રજિસ્ટાર અને પરીક્ષા નિયામક તેમજ 50થી વધુ પ્રોફેસરોની ખાલી જગ્યા પર ભરતી પ્રક્રિયા થઈ નથી. જો કે હવે લાંબા સમય બાદ ફરીથી આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અન આગામી ટુક દિવસોમાં જ આ પ્રક્રિયા પૂર્ણ કરવાનો અમારો ટાર્ગેટ છે. આ માટે થઈ આજે જ રાજ્ય સરકાર પાસેથી ભરતીના ઇન્ટરવ્યૂ માટેના પ્રતિનિધી મંગાવવામાં આવ્યા છે અને ભરતીની તમામ પ્રકિયા તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે.