રાજકોટ જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે પંકજ રાવલ ચૂંટાયા
ભૂદેવોમાં સંસ્કૃત અને કર્મકાંડનો વ્યાપ વધારવાના કાર્યોને પ્રાધાન્ય અપાશે: ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લેતા નવનિયુકત પ્રમુખ અને તેમની ટીમ
અબતક, રાજકોટ
રાજકોટ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજની ગઇકાલે યોજવામાં આવેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે પંકજભાઇ રાવલ જંગી બહુમતિથી ચૂંટાયા હતા. મતદાન કરવા અસંખ્ય ‘ભૂદેવો’ ઉમટી પડયા હતા.‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા રાજકોટ જિલ્લા સમસ્ય બ્રહ્મસમાજના નવનિયુકત પ્રમુખ પંકજભાઇ રાવલ અને તેમની ટીમ ‘અબતક’ ની આજે શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.
સમાજે મુકેલા વિશ્ર્વાસ બાદ સમાજ લક્ષી કાર્યો કરવા અંગેની માહીતી આપતા પંકજભાઇએ જણાવ્યું હતું કે છેવાડાના ગામડામાં વસતા ‘ભૂદેવો’ ની સમસ્યાઓ જાણી તેનું નિરાકરણ લાવવા પ્રયાસોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે ઉપરાંત કર્મકાંડી બ્રાહ્મણોને દિકરી ન આપવાના અમુક લોકોના વિચારોમાં બદલાવ આવે તે અંગેના પ્રયાસો પણ કરવામાં આવશે. સજજનોનું મૌન કયારેય દુર્જનોના બોલવા કરતા પણ ખરાબ પરિણામ લાવે તે વાકયના આધારે સુરમાં સુર પુરાવતા રાવલે કોમ્પ્યુ. યુગમાં ભૂદેવો કર્મકાંડ અને સંસ્કૃત તરફ વધુને વધુ વળે તે માટે પણ મહેનત લેવાશે.
રસાકસી ભરી ચુંટણીમાં નવનિયુકત ચુંટાયેલ પ્રમુખ પંકજભાઇ રાવલ તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ અલ્કેશભાઇ ભટ્ટ ટીમે મતદારોનો આભાર માનેલ.સમગ્ર વ્યવસ્થા નિરંજનભાઇ દવે, સમીરભાઇ ખીરા, મિલનભાઇ શુકલ હરેશભાઇ જોશી જયંતભાઇ ઠાકરે કરી હતી.