આવતા વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા અમલી બને તો ગુજકેટની આ છેલ્લી પરીક્ષા: અઠવાડીયામાં જ પરિણામ પણ જાહેર કરી દેવાશે
રાજ્યની એન્જિનિયરિંગ અને ડિપ્લોમા સહિત ફાર્મસીની કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા યોજાતી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ- ગુજકેટની પરીક્ષા આવતી કાલે ૧૦મીએ યોજાશે. બી ગ્રૂપને બાદ કરતાં એ ગ્રૂપ રાખનાર વિર્દ્યાીઓ આ પરીક્ષા આપી રહ્યા છે, જોકે આગામી વર્ષે એન્જિનિયરિંગ માટે એક જ પ્રવેશ પરીક્ષા આવશે તો ગુજકેટ માત્ર આ વર્ષ પૂરતી લેવાય તો ગુજકેટની આ છેલ્લી પરીક્ષા હશે.
ગુજકેટની પરીક્ષામાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમ રહેશે. રાજ્ય સરકારના વર્ગ-૧ અને ૨ના મહેસૂલ વિભાગના ૬૫ી વધુ અધિકારીઓ ગુજકેટની પરીક્ષા વ્યવસ અને ઓબ્ઝર્વર પર નજર રાખશે. ધોરણ-૧૨ સાયન્સના સેમેસ્ટર-૩ અને ૪ના અભ્યાસક્રમ આધારિત ગુજકેટ પરીક્ષા યોજાશે. પરીક્ષાના અર્ધા કલાક પહેલાં પરીક્ષાખંડમાં વિર્દ્યાીને પ્રવેશ આપવામાં આવશે. પરીક્ષા શરૂ ઈ ગયા પછી કોઈ પણ વિર્દ્યાીને પ્રવેશ આપવામાં આવશે નહીં, વિર્દ્યાીઓ તેમની સો માત્ર રિસિપ્ટ, પેન અને સાદું કેલ્ક્યુલેટર રાખી શકશે. એમસીકયુના આધારે વિર્દ્યાીએ પ્રશ્નોના ઉત્તર લખવાના રહેશે. પરીક્ષામાં ફિઝિક્સ અને કે્મિસ્ટ્રીના ૮૦ પ્રશ્ન પુછાશે. બાયોલોજીના ૪૦ અને મેથ્સના ૪૦ પ્રશ્નના જવાબ લખવાના રહેશે. સાયિન્ટ્ફિક કેલ્ક્યુલેટર કે લોગ ટેબલ સો પ્રવેશ અપાશે નહીં.
રાજ્યની એન્જિનિયરિંગ કોલેજો અને ફાર્મસીના અન્ય અભ્યાસક્રમ માટે શિક્ષણ વિભાગે આ વર્ષી ફરી ગુજકેટ અમલી બનાવી છે. અગાઉ જેઈઈના મેરિટના આધારે વિર્દ્યાીને પ્રવેશ અપાતો હતો. વાલીઓના વિરોધ અને વાંધાના આધારે સરકારે જેઈઈ રદ કરી ફરી ગુજકેટ અમલી કરી છે. વિર્દ્યાીઓ આજે સાંજે ૪ી ૬ કલાક દરમિયાન પરીક્ષા સેન્ટર પર તેમની બેઠકવ્યવસ જોઈ શકશે. તેી શાળા સંચાલકોએ શાળા બપોર પછી ખુલ્લી રાખવી પડશે. બૂટ-મોજાં સો વિર્દ્યાી પરીક્ષાખંડમાં પ્રવેશ મેળવી શકશે નહીં.
ગુજકેટના ૧૭૯ વિદ્યાર્થીઓના પરીક્ષા સ્થળમાં છેલ્લી ઘડીએ ફેરફાર
રાજકોટ સહિત રાજયભરમાં આવતીકાલે ગુજકેટની પરીક્ષા લેવાશે. જેમાં રાજકોટમાં ૫૨ કેન્દ્રોમાં ૧૦,૯૦૦ વિદ્યાર્થી ગુજકેટની પરીક્ષા આપવાના છે. જેમાં છેલ્લી ઘડીએ ૧૭૯ વિદ્યાર્થીઓના પરિક્ષાના સ્થળમાં ફેરફાર થયો છે. રાજકોટ એચ.કે.પાઠક વિદ્યામંદિરમાં ૧૭૯ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનાર હતી. જે હવે સ્થળ બદલીને ઉત્કર્ષ સ્કૂલ ૧-ઈન્દ્રપ્રસ્થનગરમાં પરિક્ષા લેવામાં આવશે. જેમાં ઈ-૭૫૮૭૦૨ થી ઈ-૭૫૮૮૮૧ ‘એ’ ગ્રુપના વિદ્યાર્થીઓ પરીક્ષા નવા સ્થળે આપશે.