વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પૂર્વીય પવન ભેગા થતા કચ્છ, જુનાગઢ અને જામનગર જીલ્લામાં વરસાદ વરસી શકે કે, ગુરુવારથી ફરી ઠંડીનું જોશ વધશે
વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને પૂર્વીય દિશા તરફથી પવન ફુંકાવાનું શરુ થતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ત્રણ દિવસ માવઠું પડવાની સંભાવના રહેલી છે. બે દિવસમાં ઠંડીમાં રાહત રહેશે પારો થોડો ઉચકાશે ત્યારબાદ ગુરૂવારથી ફરી ઠંડીનું જોશ વધશે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુંસાર આજે રાજકોટનું લધુતમ તાપમાન ૧૪.૭ ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૮ કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. સવારે ૮.૩૦ કલાકે તાપમાન ૧૬ ડીગ્રી નોંધાયું હતું. ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. આ ઉપરાંત પવન પણ પૂર્વ દિશા તરફથી ફુંકાવાની શરૂઆત થાય છે. જેની અસર તળે આગામી ત્રણ દિવસ રાજયનાં કચ્છ જીલ્લો, જુનાગઢ જીલ્લો અને જામનગર જીલ્લામાં કમૌસમી વરસાદ વારસી શકે છે. પંજાબ અને રાજસ્થાનમાં કરા પડવાની પણ સંભાવના રહેલી છે. ઉતરીય રાજયોમાં હિમવર્ષા પણ થઇ શકે છે.ગુરૂવારથી ફરી ઠંડીનું જોર વધશે અને લધુતમ તાપમાનનો પારો ત્રણ કી.મી. સુધી નીચો પડકાશે.