૨૪ કલાકમાં નિર્ણય નહીં લેવાય તો એન.એસ.યુ.આઈ અને યુવક કોંગ્રેસ દ્વારા ભગતસિંહના માર્ગે આંદોલન કરવાની ચીમકી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલી વખત જાતીય સતામણીનો ચકચાર ભરેલો કિસ્સો બહાર આવ્યા બાદ પ્રો. પંચાલને તાત્કાલીક પણે સસ્પેન્ડક કરવામાં આવે તેવી એન.એસ.યુ.આઈ. અને રાજકોટ યુથ કોંગ્રેસે માંગ કરી છે. જેને લઈને આજરોજ સૌરાષ્ટ્ર યુનિ. ખાતે એન.એસ.યું.આઈ અને યુથ કોંગ્રેસના કાર્યક્રો દ્વારા કાર્યકારી કુલપતિ ડો. નીલામ્બરી બેન દવેને ઉગ્ર રજૂઆત કરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતુ.
આતકે એન.એસ.યુ.આઈ.ના નેશનલ ડેલીગેડ આદિત્યસિંહ ગોહિલે અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા નબેટી બચાવો બેટી પઢાવોથના નારા સાથે જોરશોરથી પ્રચાર કરવામાં આવે છે.
પરંતુ સૌ.યુનિ.ના બાયોસાયન્સ ભવનના લંપટ પ્રો. નિલેશ પંચાલની પાપ લીલાઓને છાવરવાની પ્રક્રિયા સૌ.યુનિ.ના કાર્યકારી કુલપતિ દ્વારા થઈ રહી છે. ત્યારે આજે સૌ.યુનિ.ના કાર્યકારી કુલપતિ સમક્ષ પ્રો.પંચાલ ઉપર તેની ગાઈડશીપ રદ કરી નોકરીમાંથી બરતરફ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવાની માંગ કરી છે.
તે મુદે આવેદન પત્ર પાઠવ્યું છે. અને મહિલા કુલપતિ આ મુદે ૨૪ કલાકમાં નિર્ણય લે નહી તો એન.એસ.યુ.આઈ. અને રાજકોટ યુથ કોંગ્રેસ દ્વારા ભગતસિંહના માર્ગે આંદોલન કરવામાં આવશે સાથોસાથ ઉપવાસ ધરણા સહિતના કાર્યક્રમો આપવામાં આવશે.આ કાર્યક્રમમાં આદિત્યસિંહ ગોહિલ, મુકુંદ ટાંક, ભરતસિંહ જાડેજા, જયકિશન ઝાલા, હરપાલસિંહ જાડેજા, નિલુ સોલંકી, નિલરાજ ખાચર, મયુરસિંહ પરમાર પાર્થ કાલરીયા, ચેતનભાઈ મન્ડ, બોની પટેલ, કુલદિપસિંહ જાડેજા સહિતના એન.એસ.યુ.આઈ. અને યુવક કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.