રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી પાવનધામ, પારસધામ, પરમધામ આદિ સાત સંકુલોમાં માનવતાની વિવિધ પ્રવૃતિઓ-સાધર્મિક પરિવારોને અનાજ વિતરણ, અર્હમ આહાર તથા પરમ ટીફીન સહાય યોજના, મેડીકલ સહાય અને એજયુકેશનલ સહાય જેવી યોજનાઓ અનેકોના જીવનમાં સહાય‚પ થાય છે.છેલ્લા પાંચ વર્ષમાં ૧,૪૬,૦૦૦ ટીફીન, ૧૫ લાખથી વધુ જ‚રિયાતમંદોને આહાર, ૨૬૫૦૦થી વધુ વિદ્યાર્થીઓને એજયુકેશનલ સહાય, ૬૦ હજારથી વધુ વ્યકિતઓને ગ્રોસરી કીટ્સ, હજારો દર્દીઓને મેડિકલ સહાય, ૧૫ હજારથી વધુ વોટરપોટસ પાંજરાપોળમાં ૨૦ હજારથી વધુ બકરીઓને જીવનદાન, લાતુર દુષ્કાળમાં ૨ ચારા બેંક, હાલમાં ગુજરાતમાં પૂર રાહત અર્થે બનાસકાંઠાની વિવિધ પાંજરાપોળ માટે સમસ્ત મહાજનને ૨૧ લાખનો ચેક અને હજારો ટન ઘાસચારો તથા ૫૦ લાખનો ચેક ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીને અર્પણ કરવામાં આવી હતી.માનવતા અને જીવદયાની આવી પ્રવૃતિઓથી મુંબઈની પ્રસિઘ્ધ લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટી પ્રબોધભાઈ મહેતા ખૂબ જ પ્રભાવિત થતાં, ૨૧મી ઓગસ્ટના પ્રબોધભાઈ મહેતાના ૮૧માં જન્મદિવસે તેઓ વહેલી સવારે વાલકેશ્ર્વરથી પાવનધામમાં પૂજય ગુરુદેવના દર્શન કરવા અને આશીર્વાદ લેવા આવ્યા અને એમણે ભાવના વ્યકત કરી કે હું અનાજ વિતરણ, ટીફીન સહાય આદિ જેટલા પણ સત્કાર્યો ચાલે છે તેના માટે હું મારા ગ્રાન્ડસન્સ ઈશા ચેતનભાઈ મહેતા (જન્મ: ૫/૩/૯૩), નમન સૌરીનભાઈ પરીખ (જન્મ: ૨૫/૫/૯૪), આયુશ ચેતનભાઈ મહેતા (જન્મ: ૧૩/૬/૯૪) અને ઉમંગ સૌરીનભાઈ પરીખ (જન્મ: ૨૧/૪/૯૭)નાં નામે ૮૧ લાખ ‚પિયા અનુદાન અર્પણ કરુ છું. તેમની સાથે રેખાબેન શેઠ, ચેતનભાઈ મહેતા આદિએ પણ ઉપસ્થિત રહી અનુમોદના કરી હતી.
Trending
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો
- જનરલ કોચમાં મુસાફરી કરતા લોકો માટે ખુશ ખબર !
- ગુજરાતની ઐતિહાસિક નગરી ચાંપાનેર
- Surat : રિંગરોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો
- જાણો પૂજામાં પંચમુખી દીવાનું વિશેષ મહત્વ !