પ્રિયંકાની સોનભદ્રાની મુલાકાતથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળવાના ભયની અટકાયત કરાય હોવાનો યુપી પોલીસનો ખુલાસો
તાજેતરમાં દેશભરમાં ચકચાર મનાવનારા ઉત્તરપ્રદેશના સોનભદ્રા ફાયરીંગ કેસનાં પીડીતોને મળવા જતાં કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીની પોલીસે નારાયણપુર પાસેથી અટકાયત કરી છે. આ બનાવ બાદ સોનભદ્રામાં લગાવવામાં આવેલી કલબ ૧૪૪ ના ભંગ બદલ પ્રિયંકાની અટકાયત કરવામાં આવી હોવાની યુપી પોલીસે ખુલાસો કર્યો છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીની મેડીકલ કોલેજના ટ્રોમી સેન્ટરમાં દાખલ કરાયેલા ઇજાગ્રસ્તોની ખરબ અંતર પુછયા બાદ પ્રિયંકા આ ફાયરીંગમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સાંત્વના આપવા સોનભદ્રા જતા હતા જયારે પોલીસે તેની અટકાયત કરી હતી.
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની અટકાયત બાદ તેમને જયાં રાખવામાં આવ્યા હતા તે ગેસ્ટ હાઉસની લાઇટ અને પાણી બંધ કરી દેવાની ફરીયાદ કોંગ્રેસે કરીને યોગી સરકાર પર રાજકીય રાયદ્રેષમાં સરકારી સંસ્થાનો દુરુપયોગ થયાનો આક્ષેણ કર્યો છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી યુ.પી.ના સોનભદ્રમાં આદિવાસીઓ પર થયેલા અત્યાચાર અને દસ હતભાગી આદિવાસી પરિવારોની મુલાકાતે ગયા ત્યારે પ્રિયંકા ગાંધીને અટકાયતમાં લઇ ગેસ્ટ હાઉસમાં લઇ લીધા હતા. આ મુદ્દે ભારે રાજકીય અટકાયતમાં હોબાળો મચી જવા પામ્યો છે.
જે બાદ રાહુલ ગાંધીએ ભાજપની યોગી સરકાર સામે આકરા પ્રહારો કરી પ્રિયંકા ગાંધીની આ અટકાયત ગેરકાનુની ગણાવી હતી. પ્રિયંકા ગાંધીની ધરપકડને શકિતનો દુરુપયોગ ગણાવ્યો હતો. સોનભદ્રામાં દસ આદિવાસી ઓને ઠાર મારવાની ધટનામાં પરિવારજનોને સાંત્વના આપવા ગયેલા પ્રિયંકા ગાંધીને યુ.પી. પોલીસે ગઇકાલે અટકાયતમાં લઇ લીધા મહતા. ઉત્તરપ્રદેશમાં કાયદો વ્યવસ્થા ની પરિસ્થિતિ કથળવાનું કારણ અઆપીને પ્રિયંકાને અટકાયતમાં લઇ ચુનારના મિરઝાપુરના એક ગેસ્ટહાઉસમાં રાખવામાં આવ્યા હતા. જયાં પ્રિયંકાને ૫૦ હજાર રૂપિયાના જામીન આપવાનું કહેવામાં આવ્યું હતું.
પ્રિયંકાએ જણાવ્યું હતું કે તે ગોળીબારમાં જાન ગુમાવનારા આદિવાસી ખેડુતોને પરિવારને મળવા જવું એ કોઇ ગુનો નથી ઉત્તરપ્રદેશ સરકારને ગુન્હેગારોને પકડવા જોઇએ હતો અન્યાયનો ભોગ બનેલા હતભાગીઓને પડખે ઉભા રહેવાની મારી ફરજ બજાવું છું. ભાજપ સરકાર ગુન્હાખોરી અટકાવવામાં નિષ્ફળ નીવડી છે. પણ મને મારી ફરજ બજાવતા પણ અટકાવી રહી છે. પરંતુ અન્યાયનો ભોગ બનેલાઓ પ્રત્યે સંવેદની વ્યકત કરવામાં મને કોઇ રોકી નહિ શકે.
પ્રિયંકા ગાંધી ને જે ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. તેના વિજળી અને પાણીનો પુરવઠો બંધ કરી દેવાયો હતો. પ્રિયંકા માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી.
કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરેજવાલા એ યોગી આદિત્યનાથની ભાજપ સરકાર સામે કાયદાનો દુરુપયોગનો આક્ષેપ કર્યો હતો. પ્રિયંકા મુજફફરપુરથી સોમભદ્ર ત્રણ વ્યકિતઓ સાથે ગયા હતા.
પોલીસે પ્રિયંકા અને તેનીસાથેના લોકોની ઓળખ મેળવવાની ગતિવિધિ હાથ ધરી હતી પોલીસે કોનો હુકમ માન્યો હતો. તે વ્યકિત કોણ છે અમિત શાહ, વડાપ્રધાન મોદી કે આદિત્યનાથ પ્રિયંકાની અટકાયત કરવામાં આવી હતી.
કોંગ્રેસે મહીલા અને બાળકલ્યાણ મંત્રાલય ને પણ આડેહાથે લઇને ૧૦,૫૩૧ બળાત્કાર ની ૭૭ ટકા થી વધુ ધટનાઓ ઉત્તરપ્રદેશમાં જ બને છે ત્યારે સરકાર કાયદાની જાળવણીની વાત કરે છે.