બિમાર વચગાળાના અઘ્યક્ષ સોનિયાના સ્થાને ફરીથી રાહુલને અઘ્યક્ષ બનાવવા વરિષ્ઠ કોંગ્રેસીઓની માંગ
દેશના સૌથી જુની રાજકીય પક્ષ કોંગ્રેસમાં છેલ્લા એકાદ દાયકાથી ટોચના નેતૃત્વનો પ્રશ્ર્ન વિકરાળ બનીને ઉભો થવા પામ્યો છે. આઝાદી કાળ બાદ અમુક સમય ગાળામાં અપવાદોને બાદ કરતાં ટોચના નેતૃત્વ નહેરુ ગાંધી પરિવારનો દબદબો રહેવા પામ્યો છે. પરંતુ સોનિયાની માંદગી, રાજકીય અપરિપકવતાના કારણે રાહુલની પીછેે હઠ બાદ ગાંધી પરિવારના છેલ્લા વિકલ્પ તરીકે પ્રિયંકા ગાંધી વાડીયાને પક્ષની કમાન સોંપવા માટે તૈયારીઓ થઇ રહી છે. ત્યારે અમુક કોંગ્રેસી નેતાઓ રાહુલને ફરીથી કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ બનાવવા માંગક રવા લાગ્યા છે. જે સામે અમુક નેતાઓ આડકતરી રીતે પ્રિયંકાને નવા રાષ્ટ્રીય અઘ્યક્ષ બનાવવા માંગ કરવા લાગતા રાહુલના મુદ્દે કોંગ્રેસમાં ધમાસાણ જેવી સ્થિતિ ઉભી થવા પામી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશુ થરૂ ુરે ગઇકાલે એક ટવીટ કરીને આ મુદ્દે ધમાસણ ઉભુ કર્યુ છે. થરૂ રેે તેના ટવીટમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ વર્કીંગ કમીટીમાં કાર્યકતાઓને વધુ સક્રિય કરવા અને મતદારોએ ફરીથી કોંગ્રેસ સાથે જોડવા કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષપદ માટે ચૂંટણી કરવાની મારી અપીલને ફરીથી વ્યકત કરું છું. તેમને રાહુલ ગાંધી આ પદ માટે સક્ષમ હોવાનો પણ દાવો કર્યો હતો જે બાદ મહારાષ્ટ્રકોંગ્રેસના નેતા સંજય નિરુપમે જણાવ્યું હતું કે ગાંધી પરિવાર સિવાયના કોઇપણ નેતા કોંગ્રેસનું નેતૃત્વ કરી શકે નહીં. રાહુલ ગાંધી એકમાત્ર નેતા છે જે પાર્ટીને બચાવવા ફરી નેતૃત્વ લે સમયની માંગ છે. તેમના સિવાય બીજા નેતાને પાર્ટીનું નેતૃત્વ અપાશે તો પાર્ટીમાં જુથબંધી વધશે.
આ પહેલા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીતના પુત્ર અને પાર્ટીના વરિષ્ઠ નેતા સંદીપ દીક્ષિતે પણ દિલ્હી વિધાનસભામાં કોંગ્રેસની કારમી હાર બાદ પાર્ટીના ટોચના નેતૃત્વની ક્ષમતા પર પ્રશ્ર્નાર્થો ઉભા કર્યા હતા. દીક્ષિતે પાર્ટીના રાષ્ટ્રીય અઘ્યક્ષપદ માટે ગાંધી પરિવારસિવાયના અનેક નેતાઓના નામો પણ સુચવ્યા હતા. તેમને એવો પણ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી રાષ્ટ્રીયપદે ચાલુ હોય તો હરિયાણા, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં વિધાનસભામાં આવેલા કોંગ્રેસ પાર્ટીના પરિણામો સારા આવી શકયા હોત. આમ, સંદીપ દિક્ષિત બાદ શશી થરૂ પણ પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વમાં તુરંત ફેરફાર કરવાની માંગ કરી છે.
કોંગે્રસના નેતાઓએ પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વ અંગે પ્રશ્ર્નાર્થો ઉભા કરતા પાટીલ મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે જે નેતા કોંગ્રેસ વકીંગ કમિટીની વાત કરી રહ્યા છે. તેમનો આ કમિટિએ પસાર કરેલો પ્રસ્તાવ જોઇ લેવાની જરૂ ર છે. જેમાં પાર્ટીના વચગાળાના અઘ્યક્ષ તરીકે સોનિયા ગાંધીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તેમને સંદીપ દિક્ષીતના મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેમને તેમના કાર્યક્ષેત્ર એવા દિલ્હીમાં પાર્ટીને જીતાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ જેઓ પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ નિવડતા કોંગ્રેસની હાર થઇ છે જેથી જેઓ પોતાની હારનું ઠીકરુ કોંગ્રેસ હાઇકમાન્ડ પર ઢોળી રહ્યા છે.
આ મુદ્દે કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી અને બિહાર અને દિલ્હીના પ્રભારી શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અમારી માંગ રાહુલ ગાંધીને ફરીથી રાષ્ટ્રીય અઘ્યક્ષ બનાવવાની છે. પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રૅી હરિશ રાવતે પણ રાહુલને અઘ્યક્ષ બનાવવાની માંગને પણ સમર્થન આપ્યું હતું.તાજેતરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલ વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો એ.કે. એન્ટની, જયોતિઆદિત્ય સિંધીયા વગેરે પણ કોંગ્રેસને ફરીથી રાષ્ટ્રીય અઘ્યક્ષ પદ સંભાળી લેવા વિનંતી કરી ચુકયા છે. આમ, થરુરના ટવીટ બાદ રાષ્ટ્રીય અઘ્યક્ષપદ માટે રાહુલના મુદ્દે ધમાસાણ મચી જવા પામી છે.
- પ્રિયંકાને રાજયસભામાં મોકલીને પાર્ટી માટે નવું નેતૃત્વ ઉભુ કરવાની કોંગ્રેસની રાજનીતિ
સમયાંતરે રાજકીય રીતે અપરિપકવ સાબિત થયેલા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં કારમા પરાજય બાદ પાર્ટીના અઘ્યક્ષપદથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હતું. તેઓ ફરીથી પાર્ટીનું અઘ્યક્ષપદ સંભાળવા અનેક વખત જાહેરમાં ઇન્કાર કરી ચૂકયા છે. જેથી, રાહુલ ફરીથી રાષ્ટ્રીય અઘ્યક્ષની સંભાળે તો ગાંધી પરિવારના આખરી વારસદાર તરીકે પ્રિયંકા ગાંધી વાડરાને રાષ્ટ્રીય હાઇકમાન્ડે રણનીતિ ઘડી કાઢી છે. જેના ભાગરુપે પ્રિયંકા રાજકીય રીતે સંપૂર્ણ રીતે પરિપકરવ સાબિત થાય અને તેમને સંસદીય કાર્યપ્રણાલીનો અનુભવ મળે તે માટે પાર્ટી આગામી માસે મઘ્યપ્રદેશમાં ખાલી થનારી રાજયસભાની ચાર બેઠકોમાંથી એક બેઠક પરથી લડાવીને સંસદમાં મોકલે તેવી વિચારણા ગંભીરતાપૂર્વક ચાલી રહી છે.
- રાહુલે પીછેહટ કરતા બિમાર સોનિયાને પાર્ટીનું નેતૃત્વ સોંપાયું હતું
ગત વર્ષે યોજાયેલી લોકસભા ચુંટણીમાં કોંગ્રેસ વતી પ્રચાર પ્રસારનો મુખ્ય ભાર પક્ષના રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધીએ સંભાળ્યો હતો. રાહુલે દેશભરમાં રેલીઓ કરીને પાર્ટીને જીતાડવા માટે ભારે પ્રયત્નો કર્યા હતા. પરંતુ દેશભરમાં ફરી વળેલી મોદી સુનામીના કારણે કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. આ પરાજય બાદ રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીશું હતું. આ રાજીનામા બાદ મળેલી કોંગ્રેસ વર્કીંગ કમીટીની બેઠકે નવા અઘ્યક્ષ નિયુકત ન થાય ત્યાં સુધી સોનિયા ગાંધીને વચગાળાના અઘ્યક્ષ બનાવ્યા હતા.