આગામી ૨૮મીએ અડાલજમાં યોજાનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ પ્રિયંકા ગાંધીની શહેરમાં વિશાળ રેલી યોજવાનું કોંગ્રેસની તડામાર તૈયારી
ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ તમામ મુદાઓ પર વડાપ્રધાન મોદી અને ભાજપથી પછડાટ ખાઈ રહ્યું છે. જેથી, કોંગ્રેસને મજબુત કરવા માટે પ્રિયંકા ગાંધીને સક્રિય રાજકારણમાં ઉતારવામાં આવ્યા હતા. પ્રિયંકાના ઈન્દીરાગાંધી જેવા કરિશ્માઈ વ્યકિતત્વ અને પ્રવચનની આગવી છટાનો મહત્તમ લાભ લેવા કોંગ્રેસ કમર કસી છે.
જેના ભાગરૂપે દાયકાઓ બાદ કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠક દિલ્હીના બદલે અમદાવાદમાં યોજવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદનાં ત્રિમંદિર ખાતે આગામી તા.૨૮મીએ યોજાનારી આ બેઠક બાદ પ્રિયંકાની મેગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રિયંકા પહેલીવાર ગુજરાતમાં પોતાનું રાજકીય ભાષણ આપનારા છે.
લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ગૃહરાજય ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા જનાદેશઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવનારો છે. જેના ભાગરૂપે ૧૯૬૧ પછી પ્રથમ વખત કોંગ્રેસ પાર્ટીની સર્વોચ્ચ નિર્ણાયક સમિતિ કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠક આગામી તા.૨૮મીએ અમદાવાદના ત્રિમંદિરખાતે યોજાનારી છે.
સીડબલ્યુ સીની ૫૧મી બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાંરાખીને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવનારા છે. આ બેઠક બાદ કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીની શહેરભરમાં મેગા રેલીનું આયોજન કરવામાં આવનાર છે. આ રેલીનો રૂટ ટુંક સમયમાં નકકી કરવામાં આવશે.
આ મેગા રેલી દરમ્યાન પ્રિયંકા ગાંધી ગુજરાતમાં પોતાનું સૌ પ્રથમ રાજકીય ભાષણ આપનારા છે. આ બેઠકમાં કોંગ્રેસના તમામ રાષ્ટ્રીય નેતાઓ યુપીએ ચરેપર્સન સોનિયાગાંધી, રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસીંગ, લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા મલ્લીકાર્ઝૂન ખડગે, રાજયસભમાં વિરોધ પક્ષના નેતા ગુલામનબી આઝાદ સહિતના ભાગ લેનારા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાહુલ ગંધીએ વલસાડના લાલડુંગરી ખાતે જાહેરજના ક્રોસ રેલી યોજીને દેશભરમાં લોકસભાની ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો.કોંગ્રેસી નેતાઓમાં એવી માન્યતા છે કે ડુંગળીની ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરે તેનો વિજય થાય છે.ઈન્દીરા ગાંધીએ ૧૯૮૦ રાજીવ ગાંધીએ ૧૯૮૪માં અને સોનિયા ગાંધીએ ૨૦૦૪માં લાલડુંગળીથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરીને વિજય મેળવ્યોહતો.
આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવકતા શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતુકો અડાલજમાંથી નીકળનારી પ્રિયંકાજીની રેલી ગુજરાતનાં ઈતિહાસમાં વિશાળ રેલી હશે. આ માટેની તમામ તૈયારીઓ શ‚ કરી દેવામાં આવી છે. આ રેલી દ્વારા કોંગ્રેસ રાજયના નાગરીકોમાં પ્રવર્તી રહેલી ભાજપ વિરોધી લાગણીને જનાદેશના સ્વ‚પમાં ફેરવવાનો પ્રયાસ કરશે.