એમ્પાવર્ડ એક્સન ગ્રુપ 2024માં પ્રશાંત કિશોરને જોડાવવા આમંત્રણ અપાયું !!!
વર્ષ 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાને લઇ તમામ રાજકિય પક્ષ ચૂંટણી જીતવા માટે કાર્ય હાથ ધર્યા છે. ત્યારે કોંગ્રેસ માં હાલ જે આંતરિક વિખવાદો જોવા મળી રહ્યા છે તેને દૂર કરવા પ્રશાંત કિશોરે કોંગ્રેસના વડા તરીકે પ્રિયંકા ગાંધીની નિયુક્તિ કરવાનું સુઝાવ આપ્યો હતો.
તમે પાર્ટીના કાર્યકરો નું માનવું છે કે કોંગ્રેસ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં આગામી લોકસભાની ચૂંટણી લડશે. કોંગ્રેસ પક્ષે વર્ષ 2024 ને ધ્યાને લઇ એમ્પાવર્ડ એક્સન ગ્રુપ 2024નું નિર્માણ કર્યું છે જેમાં પ્રશાંત કિશોર ને પણ જોડાવવા માટેનું આમંત્રણ આપવામાં આવેલું છે પરંતુ આ માંગને અથવા તો આમંત્રણને પ્રશાંત કિશોરએ ઠુકરાવ્યું છે.
આ અંગે પ્રશાંત કિશોર ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે હાલ કોંગ્રેસ માં જે આંતરિક વિખવાદો જોવા મળી રહ્યા છે તેને નિવારવા માટે વધુ એક જવાબદાર વ્યક્તિ ની જરૂરિયાત છે. તેઓએ તેમના આમંત્રણને સ્વીકાર્યું નથી. ચૂંટણીમાં કોંગ્રેસનો વર્ચસ્વ જળવાઈ રહે તે માટે પ્રશાંત કિશોર દ્વારા 600 પાનાનું પ્રેઝન્ટ પણ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા પરંતુ કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ તેમના સુજાવ થી અસંતોષ જોવા મળ્યા હતા. એટલું જ નહીં કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ ત્યાં ગાંધીને પ્રશાંત કિશોર અંગે રિપોર્ટ પણ આપ્યો હતો અને પ્રશાંત કિશોર ને એ વાત પણ કહેવામાં આવી હતી કે તેઓ જે પક્ષ સાથે અત્યારના જોડાયેલા છે તેમની સાથે તેઓ ફેરફાર અને તેઓ સમર્પિત રીતે કોંગ્રેસ સાથે જોડાય.