લાંબા ગાળાથી થઈ રહેલી અટકળો આખરે બુધવારે બપોરે સાચી પડી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમનાં બહેન પ્રિયંકાને ઉત્તરપ્રદેશના મહાસચિવ તરીકે નિયુક્ત કર્યાં છે. પ્રિયંકા ગાંધી સક્રિય રાજનીતિમાં પ્રવેશ કરશે એવી વર્ષોથી ધારણાઓ થઈ રહી હતી.
અત્યાર સુધી માત્ર સોનિયા અને રાહુલની બેઠકમાં પ્રચાર અભિયાનનું સુકાન સંભાળવા પૂરતાં જ સક્રિય રહેતાં પ્રિયંકા પડદા પાછળ રહીને દોરીસંચાર કરતાં હોવાનું કહેવાતું હતું. હવે તેમને જવાબદારી સોંપાતાં ઉત્તરપ્રદેશનો મહત્વાકાંક્ષી ચૂંટણી જંગ વધુ રસપ્રદ બની શકે છે.
ઉત્તરપ્રદેશમાં સપા-બસપાએ ગઠબંધનમાં કોંગ્રેસને સામેલ ન કરીને તેની ઉપેક્ષા કરી છે. પ્રિયંકા અને અખિલેશની પત્ની ડિમ્પલ વચ્ચે ઘનિષ્ઠ સંબંધો હોવાનું કહેવાય છે. આથી પ્રિયંકાની હાજરીથી ગઠબંધનના સમીકરણો પણ બદલાઈ શકે છે.
Priyanka Gandhi appointed as AICC general secretary for Eastern UP
Read @ANI Story | https://t.co/zuNgsEnSXh pic.twitter.com/DN55WjSeoQ
— ANI Digital (@ani_digital) January 23, 2019