બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ ખૂબ જ ફેમસ છે. તેમાંની એક અભિનેત્રી છે પ્રિયંકા ચોપરા બોલીવુડની ટોચની અભિનેત્રીમાં પ્રિયંકાની ગણતરી કરવામાં આવે છે. તાજેતરમાં ગ્લોબલ ગોલ્સ એવોર્ડ પ્રિયંકાને એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાવ નાની વયની નોબલ પારિતોષિક વિજેતા મુઝુન અલ્મેલ્લેહાન અને પાકિસ્તાનની મલાલા યુસુફઝાઇ પણ હાજર હતી.
પ્રિયંકા યુનિસેફની ગુડવીલ એમ્બેસેડર છે. એ વાત તો સૌ કોઇ જાણે છે મહિલા સશક્તિકરણને લગતા કાર્યક્રમમાં એ પાકિસ્તાનની સાવનાની વયની નોબેલ વિજેતા મુઝુન અલ્મેલ્લેહાન સાથે મંચ પર દેખાઇ હતી. પ્રિયંકા હાલમાં એલીસી ટીવી ચેનલથી ક્વોન્ટિકો સિરિયલની ત્રીજી સીઝનની તૈયારીમાં વ્યસ્ત છે. અને તે હોલીવુડની વધુ એક ફિલ્મ પણ કરી રહી છે.
પ્રિયંકાએ મુઝુનને અને મલાલાને બિરદાવતા તે બંનેની બહાદુરીનો ઉલ્લેખ કર્યો હતો. તાલિબાનના આતંકવાદીઓ સામે તેમણે નમતુ જોખ્યુ ન હતું. અને સતત ક્ધયાઓને કેળવણી આપવાની હિમાયત કરી હતી. આથી ઉશ્કેરાયેલા આતંકવાદીઓએ એના પર હુમલો કર્યો હતો. પરંતુ સદ્ભાગ્યેએ બચી ગઇ હતી. અને હાલ તે પોતાના પરિવાર સાથે બ્રિટનમાં વસે છે.
પ્રિયંકા હાલમાં અમેરિકા અને ભારત વચ્ચે ઉડાઉડ કરે છે જો કે તેને બોલીવુડની કોઇ ફિલ્મ સ્વીકારી નથી. વિખ્યાત પંજાબી કવિયત્રી અમૃતા પ્રીતમ અને ફિલ્મ ગીતકાર સાહિર લુધિયાનવીના પ્રેમને વર્ણવતી કથા ધરાવતી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગુસ્તાખીયા સ્વીકાર્યા પછી અચાનક પ્રિયંકાએએ ફિલ્મ છોડી દીધી હતી.