કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીની નારાજગી એટલી હદે વધી ગઈ કે અંતે તેણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. પ્રિયંકા ચતુર્વેદીએ બુધવારે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરી પોતાની જ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા ગેરવર્તણૂંક પર નિરાશા વ્યક્ત કરી હતી.  પ્રિયંકા થોડાં દિવસ પહેલાં યુપીના મથુરામાં હતી, જ્યાં રાફેલ ડીલ પર થેયલી એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ તેમની સાથે અભદ્ર અને અમર્યાદિત વ્યવહાર કર્યો હતો.

જેના પર ઉત્તરપ્રદેશ કોંગ્રેસ કમિટીએ કાર્યકર્તાઓ વિરૂદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. જો કે બાદમાં ઘટના પર ખેદ વ્યક્ત કરી કાર્યવાહીને નિરસ્ત કરી દીધી હતી. આ મુદ્દે અફસોસ વ્યક્ત કરી પ્રિયંકા ચતુર્વેદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રિયંકાએ ટ્વીટ કર્યું હતું કે, “ઘણી દુઃખની વાત છે કે પાર્ટી જેઓ લોહી-પરસેવો એક કરે છે તેના બદલે મારપીટ કરનાર બદમાશોને વધુ મહત્વ આપે છે. પાર્ટી માટે મેં અભદ્ર ભાષાથી લઈને મારામારી પણ સહન કરી, તેમ છતા જે લોકોએ મને પાર્ટીની અંદર ધમકી આપી તેની સાથે કોઈ ઠોસ કાર્યવાહી ન થઈ. જે ઘણી દુર્ભાગ્યપૂર્ણ વાત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.