ઈન્ટરનેટ સેન્સેશન પ્રિયા વોરીયર ૪૦ વર્ષ જૂના લોકગીત અંગેના કેસ મામલે સુપ્રીમમાં ગઈ છે. તેણે સુપ્રીમના ચિફ જસ્ટીસને વિનંતી કરી છે કે, આ કેસની સુનાવણી બને તેટલી જલ્દી પૂરી કરવામાં આવે.
માત્ર એક જ વિડિયોી રાતોરાત જાણીતી બની ગયેલી પ્રિયા અને તેની ફિલ્મના પ્રોડયુસર સામે મુશ્લીમ સંગઠને કેસ કર્યો છે. તેમનો દાવો છે કે, પ્રિયાની ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલું ગીત તેમનું ધાર્મિક અવા લોકગીત છે. તેનો ફિલ્મમાં અવા મનોરંજન માટે ઉપયોગમાં ન લઈ શકાય. તેમની ધાર્મિક લાગણી દુભાઈ છે.
ઉલ્લેખનીય છે કે, પ્રિયા વોરીયર અત્યારે ગુગલ પર સૌી વધુ સર્ચ નારી હસ્તી બની ગઈ છે. માત્ર ૧૮ વર્ષની વયે તે કોઈપણને ઈર્ષા નિપજાવે તેવી પ્રસિધ્ધી મેળવી ચૂકી છે. ભવિષ્યમાં તે બોલીવુડમાં આવે તો નવાઈ નહીં. માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ રીષીકપૂર, ધર્મેન્દ્ર, રજનીકાંત, કમલ હસન, વિગેરે જેવા પીઢ અભિનેતાઓ પણ પ્રિયા પ્રકાશના કરિશ્માી બચી શકયા ની. તાજેતરમાં રીષીકપૂરે કહ્યું હતું કે, અરે પ્રિયા તું કયાં હતી, હું જ્યારે ફિલ્મમાં હિરો તરીકે આવતો હતો, ત્યારે તું કેમ ન આવી, અરે પ્રિયા તું કયાં હતી. હવે રીષીકપૂર તો ઘરડે ઘડપણે ફિલ્મમાં હિરો તરીકે આવે તેવા ચાન્સ ની પરંતુ હા તેનો દિકરો રણબીર કપૂર યુવા હૈયાની ધડકન છે. કદાચ તે પ્રિયાનો હિરો બને તો નવાઈ નો પામતા.