સ્કૂલો, સોસાયટીઓ, કોમ્યુનિટી ટોઇલેટ, પબ્લિક ટોઇલેટની મુલાકાત લેતા મ્યુનિ. કમિશનર
સ્કૂલો, સોસાયટીઓ, કોમ્યુનિટી ટોઇલેટ, પબ્લિક ટોઇલેટની મુલાકાત લેતા મ્યુનિ. કમિશનર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્તિ વિવિધ ખાનગી સોસાયટીઓ તેમજ તમામ શાળાઓમાં ટોઇલેટ સંબંધી આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ છે કે કેમ તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવી રહયું છે.
આજે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જે તે સોસાયટીઓ અને સ્કૂલોમાં ટોઇલેટનિ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, ખાનગી સોસાયટીઓમાં ફેરિયાઓ, ડ્રાઈવરો તેમજ અન્ય બહારી મુલાકાતીઓ માટે ટોઇલેટની અલાયદી સુવિધા હોવી આવશ્યક છે.
માત્ર એટલું જ નહી, આ ટોઇલેટ ઉપયોગમાં લઇ શકાય તેવી સ્થિતિમાં અને પાણીનું કનેક્શન, લાઈટ, વેન્ટીલેશન અને ડોર ક્લોઝર સહિતની વ્યવસ પણ એટલી જ જરૂરી છે. આ જ રીતે શહેરની તમામ સ્કૂલોમાં બોયઝ અને ગર્લ્સ માટે અલગ અલગ ટોઇલેટની સુવિધા તેમજ અન્ય આનુસંગિક વ્યવસઓ પણ હોવી જરૂરી છે.
જે સોસાયટી અને શાળામાં આ મુજબની સુવિધાઓનો અભાવ હશે તેની પાસેથી મહાનગરપાલિકા દ્વારા પેનલ્ટી વસૂલ કરવામાં આવશે.
કોમ્યુનિટી ટોઇલેટ અને પબ્લિક ટોઈલેટમાં બાળકો, મહિલાઓ, હેન્ડીકેપ અને પુરૂષો માટે આવશ્યક એવી અલગ અલગ સુવિધાઓ અને વ્યવસઓ છે કે કેમ તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.