પ્રવેશ માટે આવતા વાલીઓ પાસે ડોક્યુમેન્ટમાં ખરી નકલ કરાવવાનો હઠાગ્રહ શા માટે ?
જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલી ખાનગી પ્રાથમિક શાળાઓમાં આર.ટી.ઈ.એક્ટ હેઠળ નબળા અને વંચિત જુથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1 માં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
આવા સમયે વાલીઓ પાસેથી એડમિટ કાર્ડ સાથે રજુ કરવામાં આવતા ડોક્યુમેન્ટની ખરી નકલ કરાવવાનો શાળા સંચાલકો હઠાગ્રહ રાખતા હોય, વાલીઓ ભારે હેરાન પરેશાન થઇ રહ્યા છે.
રજૂઆત કરનાર મહમદભાઈ સાંધનું કહેવું છે કે, સરકારનો પરિપત્ર છે કે વાલીઓ પોતે સેલ્ફ એટેસ્ટડ કરવાનો અધિકાર છે. ત્યારે સરકારી ગાઈડલાઇનનો ઉલાળીયો કરતી નવાગઢની શાળાઓ સામે કોઈ પગલાં લેવાશે ? તેવો રજૂઆત કરનારનો પ્રશ્ન છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com