શાળા સંચાલકોએ નિયત કરાયેલી ફી કરતા વધુ ફી લેવી હશે તો સમિતિની મંજૂરી લેવી પડશે
ખાનગી પ્રામિક અને માધ્યમિક સ્કૂલોમાં લેવાતી બેફામ ફી પર અંકુશ લાવવા છેવટે રાજય સરકાર દ્વારા ફી નક્કી કરતું અને વધુ ફી લેવી હોય તો સરકાર દ્વારા નિયુક્ત સમિતિની મંજૂરી લેવાનું ફરજિયાત બનાવતું વિધેયક ચાલુ બજેટ સત્રમાં જ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રાયમરીમાં ધોરણ ૧ ી ૮ માટે મહત્તમ ૧૫ હજાર રૂપિયાની ફી અને માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક ધોરણ ૯ ી ૧૨માં મહત્તમ ૨૫ હજાર રૂપિયાની ફી રાખવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળે છે.
જો શાળા સંચાલકને તેી વધુ ફી લેવી હોય તો સરકાર દ્વારા નિવૃત જજના અધ્યક્ષપદ હેઠળ બનાવાયેલી સમિતિની મંજૂરી લેવી પડશે તેવી પણ જોગવાઇ રાખવામાં આવી છે. વાલીઓને રાહત ાય અને ચૂંટણીમાં ભાજપના નેતાઓ પણ લોકોને જવાબ આપી શકે તેવા આ વિધેયકને મંત્રી મંડળની
બેઠકમાં પણ મંજૂરી આપી દેવામાં આવી છે.
વિધાનસભા સત્રમાં આગામી સપ્તાહે સરકાર દ્વારા રચેલી સમિતિને સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોમાં પણ ફી નિર્ધારણ કરવાની સત્તા આપતો કાયદો પસાર કરવામાં આવશે. રાજયમાં ખાનગી સ્કૂલો દ્વારા ખાસ કરીને મહાનગરો અને નાના શહેરોમાં જાણીતી શાળાઓ દ્વારા વર્ષે ૫૦ હજાર રૂપિયાી લઇને બે-ત્રણ લાખ રૂપિયાની ફી વાલીઓ પાસેી વિવિધ સુવિધાઓ આપવાના બહાના હેઠળ પડાવવામાં આવતી હતી. વાલીઓ તેમના બાળકોને સારૂ શિક્ષણ આપવાના મોહમાં આવી સ્કૂલમાં એડમિશન અપાવ્યા બાદ પણ દર વર્ષે ભારે ફી વધારો કરાતો હતો. જેની ફરિયાદ લઇ વાલીઓના ટોળા અવારનવાર સરકારને રજૂઆત પણ કરતા હતા. સરકાર તપાસ કરાવે કે કોઇ સૂચના આપે તેને પણ મોટાભાગની શાળાના સંચાલકો ગાંઠતા ન હતા. જેને ધ્યાને લઇને ખાનગી શાળા સંચાલકો દ્વારા તી લૂંટ અટકાવવા છેવટે ફી અંકુશમાં રહે તેને કાયદાનું સ્વરૂપ આપવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. જે હાલ ઇજનેરી કોલેજમા જે રીતે ફી નું માળખું નક્કી કરવામાં આવે છે તેમ ફી નિયત કરશે. જેમાં ધોરણ ૧ થી ૮માં મહત્તમ ૧૫ હજાર રૂપિયા વાર્ષિક ફી રાખી શકાશે અને માધ્યમિકી ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ ૯ ી ૧૨માં મહત્તમ ૨૫ હજાર રૂપિયા ફી રાખીશકાશે તેવું નક્કી કરાયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.
શાળા સંચાલકને નિયત ફી થી વધુ ફી લેવી હોય તો તેને સમિતિ સમક્ષ કયા કારણે વધુ ફી લેવા માગે છે તેના કારણ પણ જણાવવા પડશે. તે પછી જો સમિતિને યોગ્ય લાગે તો તેમણે મૂકેલી માગણી મંજૂર કરશે. અવા જે ફી નક્કી કરશે તેનાી વધુ ફી લઇ શકાશે નહીં. અન્યા સ્કૂલની માન્યતા રદ કરવા સુધીના કે સરકાર નક્કી કરે તે દંડ કે અન્ય પગલા માટે તૈયાર રહેવું પડશે.