રાજકોટની બે શાળાઓએ સરકારના નિર્ણય મુજબ ગત વર્ષના માળખા પ્રમાણે ત્રણ માસની ફી લેવાનું શરૂ કર્યું
રાજ્યની ૫૦ જેટલી નામાંકિત સ્કૂલોએ શિક્ષણ વિભાગની સુચનાના પગલે ગતવર્ષના ફી માળખા પ્રમાણે જ ત્રણ માસની ફી ઉઘરાવવાનો પ્રારંભ કર્યો હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. જેમાં અમદાવાદની ૨૭, વડોદરાની ૨૧ અને રાજકોટની ૨ સ્કૂલોનો સમાવેશ ાય છે. આ સ્કૂલોએ વાલીઓને ત્રણ માસની ફી જ ઉઘરાવવામાં આવશે તેવી જાણ કરી દીધી છે અને ફી કમિટીના નિર્ણય બાદ બાકીના ક્વાર્ટરમાં ફી સરભર કરી દેવામાં આવશે તેવી પણ બાંહેધરી આપી છે. સરકારના નિર્ણય સામે સંચાલકોએ સહકાર આપતા શિક્ષણમંત્રીએ સ્કૂલ સંચાલકોની સરાહના કરી હતી.
પ્રાપ્ત માહીતી અનુસાર રાજ્યની સ્વનિર્ભર શાળાઓની ફી કમિટી દ્વારા નક્કી કરવામાં આવનાર છે. ફી નિર્ધારણ કમિટી દ્વારા નક્કી ન ાય ત્યાં સુધી આવી શાળાઓની અગાઉના વર્ષની નિયત યેલી ફીની ત્રણ માસિક રકમ જ સ્કૂલ સંચાલકે વાલીઓ પાસેી લેવાની રહેશે તેવો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો રાજ્યની ૫૦ જેટલી સ્કૂલો કે જેમાં અમદાવાદની ૨૭, વડોદરાની ૨૧ અને રાજકોટની ૨ સ્કૂલનો સમાવેશ ાય છે તેમણે અમલ શરૂ કરી દીધો છે.
આ ૫૦ સ્કૂલોના સંચાલક મંડળે વાલીઓને જાણ કરી છે કે, ફી નિર્ધારણ કમિટી દ્વારા જે ફી નક્કી ાય તેમાં ત્રિમાસીક ધોરણે ચુકવાયેલી ફીની રકમ સરભર કરવામાં આવશે અને સ્કૂલ ગતવર્ષે જે ફી વસુલી હતી તે માળખા પ્રમાણે જ ત્રણ માસની ફી વસુલવામાં આવશે. સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે આ ૫૦ સ્કૂલોએ ફી વસુલવાનું પણ શરૂ કરી દીધું હોવાનું જાણવા મળે છે. આમ, સરકારના નિર્ણયનો અમલ કરવા બદલ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી નાનુભાઈ વાનાણીએ સંચાલકોની સરાહના કરી હતી.