મોદી સરકારના પ્રસ્તાવિત નેશનલ મેડિકલ કમિશન બિલમાં ખાનગી મેડિકલ કોલેજોને ફી અંગેની સ્વાયતતા આપવાની જોગવાઇથી મેડિકલ શિક્ષણ મોંઘું થવાની સંભાવના તો બીજી તરફ ખાનગી મેડિકલ કોલેજો વધારે ફી વસુલી માળખાકીય સુવિધાઓ વધારીને મેડિકલ શિક્ષણનું સ્તર ઉંચુ લાવી શકશે
દેશમાં આરોગ્ય સુવિધાઓ વધુ સુદ્દઢ બનાવવા માટે કેન્દ્રની મોદી સરકારે કમર કસી છે. જેના ભાગરૂપે મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયાની જગ્યાએ નેશનલ મેડીકલ કમિશન બનાવવા માટે ખરડો લાવવામાં આવનારો છે. આ ખરડામાં દેશની તમામ ખાનગી મેડીકલ કોલેજોને ૫૦ ટકા બેઠકો માટેની ફી તેમની રીતે નકકી કરવાની સ્વાયત્તતા આપવામા આવનારી છે. જેથી ખાનગી મેડીકલ કોલેજ સંચાલકોને બખ્ખા થઈ જવાની સાથે મેડીકલ શિક્ષણ મોંઘુ થવાની સંભાવના છે.જયારે, બીજી તરફ આ જોગવાઈથી ખાનગી મેડીકલ કોલેજોમાં માળખાકીય સુવિધા વધવાથી શિક્ષણનું સ્તર સુધારવાની પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે.
નેશનલ મેડિકલ કમિશન ૨૦૧૯નો નવો મુસદ્દો દેશની તમામ ખાનગી મેડીકલ કોલેજ માટે કુબેરના ભંડાર સમાન સાબીત થશે. દેશમાં તબીબોની ઘટતી સંખ્યા અને છેવાડાના ગામોની વસ્તી મુજબ તબીબોની ઉપલબ્ધી થાય તે માટે ભારતમાં નવા ડોકટરોની વધુ આવશ્યક બની છે.
આ નવા નેશનલ મેડિકલ કમિશન બીલ ૨૦૧૯ કાયદાનુ રૂપ લેશે તો ખાનગી મેડિકલ કોલેજોનાં સંચાલકોને બખ્ખા થઈ જશે સરકાર દ્વારા ખરડામાં ખાનગી મેડિકલ કોલેજો ને ૫૦ ટકા બેઠકોની ફી નકકી કરવાનો અધિકાર આપવાનું સુચવવામાં આવ્યું છે. અત્યારે મોટાભાગના રાજયોમાં દરેક ખાનગી કોલેજોની તમામ બેઠકોની ફી સમિતિ દ્વારા નકકી કરવામાં આવે છે.
નવા સુધારા મુજબ ખાનગી મેડીકલ કોલેજોને ૫૦% બેઠકો પોતાની રીતે ફી ઉઘરાવવા માટે મૂકિત આપવામાં આવનાર છે. આ કાયદાના અમલથી ખાનગી મેડીકલ કોલેજોને કુબેરના ભંડાર મળી જવાની સંભાવના છે.
વર્તમાન નિયમ મુજબ કોલેજો ડિમ્ડ યુનિ.ઓને આવી સ્વાયતત્તાથી એનએમસી બિલમાં મેડીકલ કોલોજો માટે ફી નિરધારણ અને અન્ય સેવાઓ માટે વિદ્યાર્થીઓ પાસે વસુલવામાં આવતા પૈસા અંગેની કેટલીક નિશ્ચિત મર્યાદાઓનું સુચન કરવામાં આવ્યું છે ૨૦૧૭માં ૪૦%થી વધુ બેઠકો માટે ખાનગી મેડિકલ કોલેજોને સ્વાયત્તા ન આપવાનું નકકી કર્યું હતુ પરંતુ નવા બિલમાં હવે ૫૦% ઉપર ખાનગી કોલેજોનું નિયંત્રણ સુચવવામાં આવ્યું છે.
રાજયસભામાં આરોગ્ય મંત્રી જયરામ રમેશે જણાવ્યું હતુ કે દેશમાં તબીબી શિક્ષણને વધુ વેગ આપવા માટે સરકાર તેની પ્રતિબંધાત્મક જોગવાઈઓ દૂર કરી તબીબી શિક્ષણ વધુ સસ્તુ બનાવવાની કવાયત કરી રહ્યા છે.
દરેક રાજય સરકાર દ્વારા હાઈકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતાવાળી સમિતિકે નિરધારણનું કાર્ય કરી રહી છે. ઓરિસ્સા જેવા કેટલાક રાજયો ફી નિરધારણ અધિનિયમમાં લાંબા સમયથી ક્રાંતીકારી સુધારાની માંગ કરી રહ્યા છે. ઓરિસ્સામાં ૮૫% કવોટા રાજયસરકાર અને ૧૫%નો એનઆરઆઈ કવોટા ચાર ગણી ફી સાથે ભરવામાં આવે છે. હિમાચલ પ્રદેશ હરિયાણા રાજસ્થાન, પંજાબ અને મહારાષ્ટ્રમાં ૧૦૦% બેઠકો ફી નિરધારણ સમિતિના માર્ગદર્શન હેઠળ ભરવામાં આવે છે. જયારે ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં આ પ્રથાનો વિરોધ થયો છે. એઆઈએમએસની નિર્દેશકે સમિતિફીનું માળખુ દુરસ્ત કરવાના સરકારના પ્રયાસોને મેરીટ આધારીત ધારાધોરણ જળવાય તે રીતે સુનિશ્ચિત કરવામાં ભલામણ કરી છે. સરકારે ખાનગી કોલેજોને ૫૦% કવોટા આપવાની કવાયતથી ખાનગી મેડીકલ કોલેજોને બખ્ખા થઈ પડશે.
પ્રધાનમંડળે જે નિર્ણયોને માન્ય કર્યા છે તેમાં એક નિર્ણય એવો છે કે ખાનગી મેડિકલ કોલેજો અને ડિમ્ડ યુનિવર્સિટીમાં ૫૦ ટકા બેઠકોની ફી નિયંત્રિત કરવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો બાકીની ૫૦ ટકા બેઠકો પર મનમાની ફી વસૂલ કરી શકાશે. જો આમ થશે તો ખાનગી મેડિકલ એજ્યુકેશન મોંઘું થશે. જેનું પરિણામ એ આવશે કે ભારતમાં ખાનગી મેડિકલ સેવાઓ વધારે મોંઘી બનશે. જે ડોક્ટરો આ મોંઘીદાટ ફી ભરશે તે છેવટે વસૂલ તો દર્દીઓ પાસેથી જ કરવાના છે. પરિણામે દેશમાં આરોગ્ય સેવાઓ મોંઘી બનશે અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવાનું માત્ર શ્રીમંતોને જ પરવડે તેવું બનશે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે.પી.નડ્ડાએ આ બિલ બાબતે જણાવ્યું હતું કે આ બિલ સરળ કાર્ય પદ્ધતિ પૂરી પાડશે જેને કારણે શાસન બહેતર થશે અને મેડિકલ એજ્યુકેશનનું ધોરણ સુધરશે. ચાર ઓટોનોમસ બોર્ડમાં કાર્યની વહેંચણી કરી દેવામાં આવશે. વળી આ બોર્ડના સભ્યોની પસંદગી પણ પારદર્શી રીતે કરવામાં આવશે. આરોગ્ય નિષ્ણાતોએ તેના વિરોધમાં જણાવ્યું હતું કે નોમિનેટેડ સભ્યોની સંખ્યા વધારવાને કારણે ગુણવત્તા સુધરી જશે તેવું માનવાને કારણ નથી. કારણ કે આ બોર્ડમાં નિમણૂક મેળવવાની લાયકાત જે તે સરકાર સાથે ઘરોબો હશે એટલે ગુણવત્તા ઘટે એવું પણ બને.