નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન રાઠોડ, પરસોતમ રૂપાલાના હસ્તે ચેક, ટ્રોફી અને સર્ટીફીકેટ એનાયત
ગાંધીનગર કર્ણાવતી યુનિવર્સિટી ખાતે તાજેતરમાં યુથ પાર્લામેન્ટ ઓફ ઈન્ડિયા-૨૦૧૮એ ફોરમ ફોર ડેમોક્રેટીક ડાયલોઝનું આયોજન થયું હતું. જેનું ઉદઘાટન ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મંત્રી તથા સાંસદો દ્વારા થયું હતું. આ કાર્યક્રમમાં સુબ્રમ્ણયમ સ્વામી કિરણબેદી, સંબિત પાત્રા, મિનાક્ષી લેખી, ડો.અનિલ જૈન, પવન ખેરા, હરિઓમ ગાંધી વગેરે મહાનુભાવોએ પ્રસંગોચિત પ્રવચન આપ્યા હતા. નિરમા યુનિવર્સિટીના લોના વિદ્યાર્થી પૃથ્વીરાજસિંહ ઝાલાએ ડી એડીકશન એન્ડ કંટ્રોલ પોલીસી ઈન ઈન્ડિયા વિષય પર વકતવ્ય આપ્યું હતું. તેઓને બેસ્ટ સ્પીકરનો એવોર્ડ કેન્દ્રીય રમતગમત અને માહિતી પ્રસારણ મંત્રી કર્નલ રાજયવર્ધનસિંહ રાઠોડ, કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ટ્રોફી, સર્ટીફીકેટ અને રૂ.૫૧ હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. રાજકોટના યુવા પૃથ્વીરાજસિંહની સફળતા બદલ અભિનંદનવર્ષા થઈ રહી છે.